- કોરોના સંકટ સમયમાં લોકોને ઘર આંગણે આરોગ્ય સેવાઓ પુરી પાડતા ધન્વંતરી રથ આશીર્વાદ સમાન
- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા ગામ લોકોના આરોગ્યની તપાસ કરાઈ
- ધન્વંતરી રથ દ્વારા મોટા સોનેલા, સાધકપુર, કોઠંબા ગામમાં રહેતા લોકોના આરોગ્યની તપાસ કરાઇ
મહિસાગરઃ જિલ્લાના ગ્રામ્ય અને અર્બન વિસ્તારના લોકોને ઘર આંગણે આરોગ્ય સારવાર મળી રહે, તે માટે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીની રાહબરીમાં 21 જેટલા ધન્વંતરી રથ હાલ જિલ્લાના ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડી ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહ્યા છે. તે અંતર્ગત લુણાવાડા તાલુકાના મોટા સોનેલા, સાધકપુર અને કોઠંબા ગામો ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા લોકોના આરોગ્યની તપાસ કરી કોરોના સંકટ સમયમાં પણ લોકોના ઘર આંગણે આરોગ્ય સેવાઓ પુરી પાડી હતી.
આ પણ વાંચોઃ મહીસાગરમાં કોરોનાના વધુ 25 કેસ નોંધાયા, કુલ આંક 400
તાવ, શરદી, ઉધરસ, ચામડીના અને અન્ય રોગોના દર્દીઓના આરોગ્યની તપાસ કરી
આ ધન્વંતરી રથમાં RBSKના મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ સ્ટાફ દ્વારા આરોગ્યની કામગીરી કરાવી રહી છે. ધન્વંતરી રથ મોબાઈલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગરજ સારે છે. જેમાં તાવ, શરદી, ઉધરસ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તેમજ દુખાવો, ચામડી અને અન્ય રોગોના દર્દીઓના આરોગ્યની તપાસ કરી આયુષની દવાઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના 58 જેટલા RTPCR અને 5 રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આરોગ્યન કર્મીઓ દ્વારા તમામને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક અને સેનિટાઇઝરના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ કોરોનાનો હાહાકાર, જામનગર કોવિડ હોસ્પિટલમાં 48 કલાકમાં 100ના મોત
આરોગ્ય સેવાઓ વડીલો તેમજ 10 વર્ષથી નાના બાળકો માટે આશીર્વાદ સમાન
કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા વડીલો તેમજ 10 વર્ષથી નાના બાળકો અને છેવાડાના ગામમાં રહેતા લોકોને ઘર આંગણે આરોગ્ય સારવાર મેળવવા સહિતની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા ધન્વંતરી રથ થકી આરોગ્ય સેવાઓ ગ્રામ્ય અને શહેરીજનો માટે આશીર્વાદ સમાન પુરવાર થઇ રહી છે.