- પશુઓને પાણી પીવડાવવા જતાં 2 પિતરાઈભાઈઓ કેનાલમાં ડૂબ્યા
- કેનાલની આસપાસ સુરક્ષા દિવાલના અભાવે અનેક વખતે અકસ્માતો સર્જાય છે
- સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા
મહીસાગરઃ બાલાસિનોર તાલુકાના ભાંથલા ગ્રામ પંચાયત વિસ્તાર પાસે આવેલી સુજલામ સુફલામ કેનાલમાં બુધવારે બાલાસિનોર તાલુકાના ભાંથલા ગ્રામ પંચાયત વિસ્તાર પાસે આવેલી સુજલામ સુફલામ(Sujalam Sufalam) કેનાલમાં પશુઓને પાણી પીવડાવવા જતા બંને પિતરાઈ ભાઈઓ કેનાલમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ ગામલોકોમાં થતાં બંને યુવકોની શોધખોળ કરતાં તેઓના મૃતદેહ ગુરૂવારના રોજ સવારના સમયે મળી આવ્યા હતા. સમગ્ર ઘટના સંદર્ભમાં બાલાસિનોર પોલીસ સ્ટેશન(Balasinor Police Station) દ્વારા જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચોઃ દોલતપરમાં વીજ શોક લાગતા બે બાળકોનું થયું મોત
બે યુવાનનોનું કેનાલમાં પડી જાવાથી મોત
અરવલ્લી જિલ્લાની હદ નજીકથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલની આસપાસ સુરક્ષા દિવાલના અભાવે અનેક વખતે આ પ્રકારના અકસ્માતો સર્જાતા રહે છે. આ કેનાલ પાસે બે યુવાનો જગદીશભાઈ અરવિંદભાઈ ઝાલા 18 વર્ષ અને રોહિત વિજયસિંહ ઝાલા 18 વર્ષ બંને ફતાજીના મુવાડા તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી, પોતાના પશુ લઇને સુજલામ સુફલામ કેનાલમાં પોતાના પશુઓને પાણી પીવડાવતા સમયે કેનાલમાં ડૂબી જતાં આસપાસના સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવકોની શોધખોળ અને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ વાઇરલ વીડિયો : દિકરાના જન્મદિવસે પિતા-પુત્રનું થયું મોત
સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી
કેનાલમાં પાણી ઉંડું હોવાના કારણે બુધવારના રોજ યુવકોના મૃતદેહ મળી શક્યા ન હતા. શોધખોળ દરમિયાન ગુરુવારન રોજ સવારે રોહિતનો મૃતદેહ ઘટના સ્થળ નજીકથી મળી આવ્યો હતો. જ્યારે જગદીશનો મૃતદેહ 3 કિલોમીટર દૂર બાયડ તાલુકામાંથી મળી આવ્યો હતો. બંને પિતરાઇભાઈઓના કેનાલમાં ડૂબવાથી મોતના પગલે પોતાના પરિવારમાં અને સમગ્ર પંથકમાં લાગણી શોકની લાગણી પ્રસરી હતી. બનાવના પગલે હાલ પોલિસ દ્વારા જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે.