- અંતિમ સંસ્કાર દરમિયાન 12 લોકોને ભમરા કરડ્યા
- ભમરા કરડવાથી એકનું ઘટના સ્થળે મુત્યુ
- 10 વ્યક્તિઓ બાલાસિનોરની રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
મહિસાગરઃ જિલ્લાના બાલાસિનોર તાલુકાના વડદલા ગામમાં કોહ્યાભાઇ બાબરભાઇ રાવળનું મુત્યુ થતા તેમની અંતિમ વિધિ દરમ્યાન સ્મશાનમાં ભમરા ઉડતાં અંતિમ સંસ્કાર ક્રિયામાં જોડાયેલા 12 લોકોને ભમરા કરડ્યા હતાં, જેમાં મૃતકના મોટા ભાઈને ભમરા કરડવાથી ઘટના સ્થળે મુત્યું થયુ હતું. જ્યારે ઈજાગ્રસ્તોમાંથી 10ને બાલાસિનોરની રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
હાંડલીમાંથી નીકળતા ધુમાડાના કારણે ભમરાઓના ટોળાએ હુમલો કર્યો
આ ઘટનાથી સમસ્ત તાલુકામાં રાવળ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. નાનાભાઇની સ્મશાનયાત્રામાં ભમરા કરડવાથી ઘટના સ્થળે મુત્યુ પામેલા કાળાભાઇ બાબરભાઇ રાવળ ઉ.વ 75 છે. રાવળ સમાજના જણાવ્યાં મુજબ અંતિમ વિધિ દરમિયાન હાંડલીમાંથી નીકળતા ધુમાડાના કારણે ભમરાઓના ટોળાએ અંતિમ સંસ્કાર ક્રિયામાં જોડાયેલા લોકો પર હુમલો કર્યો હતો.