મહીસાગર: સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરના વાઈરસનું સક્રમણ ફેલાઈ રહ્યું છે. કોરના વાઈરસને કારણે દેશ અને ગુજરાતમાં કોરના કમાન્ડો પણ કોરના વાઈરસથી સંક્રમિત થઈ રહ્યા છે. એવા જ એક કોરાના કમાન્ડો મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના આયુષ મેડિકલ ઓફિસર મેહુલ પટેલિયા પણ કોરોના વાઈરસથી સંક્રમિત થયા હતા.
3જી મેના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના પોઝિટિવ આવતા તેમને મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. આ કોરોના કમાન્ડોએ કોરોનાનો સામનો કરી ફક્ત 9 દિવસમાં કોરાના મુક્ત બન્યા છે.
કોરાના કમાન્ડો ડૉ. મેહુલ પટેલિયાનો બીજો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવશે. રજા આપતા પહેલા ડૉક્ટર મેહુલ પટેલિયાએ ડૉક્ટર્સ અને વહીવટી તંત્રનો આભર વ્યક્ત કર્યો હતો.