મહીસાગર: જિલ્લામાં દિવસે દિવસે કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલા જનસેવા કેન્દ્ર ખાતે આવકના પ્રમાણપત્રો, જાતિ અંગેના પ્રમાણપત્રો, સ્ટેમ્પ પેપર્સ ખરીદવા, ક્રિમીલેયર સર્ટીફિકેટ વગેરે જેવા પ્રમાણપત્રો તથા આધારકાર્ડ સંબંધિત કામગીરી માટે મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થતી હોવાનું તંત્રના ધ્યામાં આવ્યું છે. ભીડના કારણે સોશિયલ ડિસ્ટશનનું પણ પાલન થઇ રહ્યું નથી. જેના કારણે તંત્ર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લાની તમામ કચેરીઓમાં આવેલા જનસેવા કેન્દ્રમાં માત્ર નીચે દર્શાવેલ સેવાઓ ચાલુ રાખવામાં આવશે. તે સિવાયની અન્ય તમામ કામગીરી જાહેર જનતાના આરોગ્યને ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવી છે.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04:39:56:1594379396_gj-msr-02-jan-sewa-kendra-work-stop-gj10008_10072020162919_1007f_01885_684.jpg)
માત્ર આ કામગીરી ચાલુ રહેશે
- આરોગ્યના હેતુ માટે માં અમૃતમ કાર્ડ હેતુ અર્થે આવકનો દાખલો આપવાનું.
ગંભીર બીમારીના અતિઆવશ્યક કિસ્સામાં જરૂરી ખાતરી કરી સંબંધિત મામલતદાર જરૂરી પ્રમાણપત્રો દાખલાઓ આપી શકશે
રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષના આવકના દાખલાની તથા નોન ક્રિમિલેયર આપેલા પ્રમાણપત્રોની મુદત 31/3/ 2021 સુધીની માન્ય કરવામાં આવેલી હોવાથી શાળા-કોલેજો તથા સંસ્થાઓએ માન્ય રાખવાના રહેશે - ચાલુ વર્ષના દાખલા માટે આગ્રહ રાખવાનો રહેશે નહીં.તેમજ જરૂર જણાયતો તા 30 સપ્ટેમ્બર સુધીમાં રજૂ કરવા અંગે જણાવવાનું રહેશે