મહીસાગર : જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. મહીસાગર જિલ્લામાં ત્રણ દિવસમાં 33 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. જિલ્લાના વડા મથક લુણાવાડામાં બે કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તે વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારોને અવર જવર માટે લુણાવાડા નગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યા છે.
આ વિસ્તારની મુલાકાત લુણાવાડા પ્રાંત અધિકારી બ્રિજેશ મોઢિયા દ્વારા લેવામાં આવી હતી. જેમાં લુણાવાડા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ કર્મચારીઓને જરૂરી સુચનો આપવામાં આવ્યા હતા. તેમજ કન્ટેન્મેન્ટ ઝોનમાં લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ઘરે-ઘરે ફરી મેડિકલ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.