- લુણાવાડા ખાતે ભાજપના સ્નેહમિલન સમારંભ
- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી
- કાર્યકર્તાના કાર્યને પ્રાથમિકતા આપવાની જવાબદારી અમારી: ભૂપેન્દ્ર પટેલ
મહીસાગર: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) મંગળવારે મહિસાગર જિલ્લાના લુણાવાડામાં પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ સંમેલન (BJP sneh milan samaroh at Lunawada) કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કાર્યકર્તાઓને ઉદબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ પ્રજાની વચ્ચે જઈને કામ કરવા માટે ટેવાયેલા છે, તેથી જ કાર્યકર્તાના કાર્યને પ્રાથમિકતા આપવાની જવાબદારી અમારી છે.
ભૂપેન્દ્ર પટેલે પરસ્પર આત્મીયતા જળવાઈ રહે તે જોવા અનુરોધ કર્યો
મુખ્યપ્રધાને (Chief Minister Bhupendra Patel) વધુમાં કહ્યું કે, કાર્યકર્તાઓના કાર્યને બિરદાવી કાર્યકર્તાએ સારો નેતા બની શકે છે. વ્યક્તિને ગમે તેટલો મોટો હોદ્દો મળે તો પણ તેણે તેનામાં રહેલા કાર્યકર્તાને મરવા દેવો ન જોઈએ તેમ જણાવી પાર્ટી જે કાર્ય સોપે તે કાર્ય અને નિષ્ઠાથી કરવા અપીલ કરી હતી. ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે અને તેથી જ કાર્યકર્તાનું સ્થાન અમારા હૃદયમાં હંમેશા રહ્યું છે, તેમ જણાવી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પરસ્પર આત્મીયતા જળવાઈ રહે તે જોવા અનુરોધ કર્યો હતો.
શિક્ષણના વધેલા વ્યાપે આ વિસ્તારના વિકાસના નવા દ્વાર ખોલ્યા : ભૂપેન્દ્ર પટેલ
આ તકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) રાજ્ય સરકારની ગુજરાતના સમતોલ વિકાસની વિભાવનાને સ્પષ્ટ કરતા ઉમેર્યું હતું કે, શહેર હોય કે ગામડાઓ બંનેનો સમતોલ વિકાસ થાય તેવી નેમ સાથે સરકાર કાર્ય કરી રહી છે. આદિવાસી વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકારે હાથ ધરેલા પ્રયાસોનો ઉલ્લેખ કરી મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે આ વિસ્તારનો ખૂબ જ સારો વિકાસ થયો છે, શિક્ષણ થકી જ વ્યક્તિની સમજણ બદલાય છે અને તેના કારણે તે વિકાસની દિશામાં આગળ વધી શકે છે. શિક્ષણના વધેલા વ્યાપે આ વિસ્તારના વિકાસના નવા દ્વાર ખોલ્યા છે. તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદ: નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે મેયરને ઈંડા આપી વિરોધ, ઉગ્ર આંદોલનની AIMIMની ચીમકી
સ્વ સહાય જૂથો દ્વારા મહિલા સશક્તિકરણનું મોટું ઉદાહરણ
મહિસાગર (Mahisagar) જિલ્લામાં મહિલા સશક્તિકરણ ક્ષેત્રે થયેલ અભૂતપૂર્વ કાર્ય બદલ અભિનંદન પાઠવી મુખ્યપ્રધાન મહિસાગર જિલ્લામાં ચાર હજારથી વધુ સક્રિય મહિલા સ્વ સહાય જૂથો દ્વારા મહિલા સશક્તિકરણનું મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમ પણ ઉમેર્યું હતું. સ્નેહમિલન કાર્યક્રમમાં મહિસાગર જિલ્લાના પ્રભારી અને રાજ્યના કેબિનેટ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે, દિવાળી બાદ સ્નેહમિલન સમારંભ યોજવો. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે.
આ પણ વાંચો: CMની ઉપસ્થિતિમાં યોજાશે કેબિનેટ બેઠક, ઈંડાની લારીઓ હટાવવા સહિતના મુદ્દે થશે ચર્ચા
આદિવાસી યુવાઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે તે માટેના સંનિષ્ઠ પ્રયાસો: કુબેર ડીડોર
આ પ્રસંગે રાજ્યપ્રધાન કુબેર ડીડોર (Kuber Didor) જણાવ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના સંકલ્પ સાથે રાજ્ય સરકારે છેવાડાના અંત્યોદય વ્યક્તિ સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચાડ્યા છે. આદિવાસી સમાજ અન્ય સમાજ સાથે વિકાસની દિશામાં આગળ વધે તે માટે આદિવાસી સમાજના ઉત્થાન માટે સરકાર કાર્યરત છે. રાજ્યપ્રધાને ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારે આદિવાસી સમાજના યુવાઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે તે માટેના સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે. તેમણે આત્મનિર્ભર ગુજરાત અન્વયે સરકારે યુવાનોમાં પડેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે પણ કરોડો રૂપિયાની ફાળવણી કરી હોવાનું જણાવ્યું હતું.
એવોર્ડ વિજેતા અને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષકોનું કરાયું સન્માન
આ કાર્યક્રમમાં (sneh milan samaroh) સાંસદ જશવંતસિંહ ભાભોર તથા ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવકે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત સૌનું હાર્દિક સ્વાગત જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયાએ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યપ્રધાનના હસ્તે મહિસાગર જિલ્લાનું ગૌરવ એવા દેશ- વિદેશમાંથી કલાક્ષેત્રે 22 એવોર્ડ વિજેતા નીતીન પટેલ, મહાત્મા ગાંધી એવોર્ડથી સન્માનિત થયેલા સર્વોદય સેવા સંઘ, પાડવાના જીતુ અમીન, રાજ્ય પારિતોષિક શિક્ષિકા મનિષા શાહ, રાજ્ય પારિતોષિક રામજી વણકરનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન મહિસાગર જિલ્લા -તાલુકા શહેર ભાજપના વિવિધ મોરચાઓ- મંડળના પદાધિકારીઓ દ્વારા મુખ્યપ્રધાનનું પુષ્પમાળા પહેરાવવીને તથા ભેટ સ્મૃતિ ભેટ-સ્મૃતિ ચિન્હ અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.