આ કાર્યક્રમ પ્રસંગે કોંગ્રેસના હોદ્દેદારો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. જેમને મુખ્યપ્રધાને કેસરીયો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. મહીસાગર જિલ્લા લુણાવાડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ પ્રધાન ગુજરાત પ્રદેશ મહિલા કૉંગ્રેસ જયશ્રીબેન જોશી, લુણાવાડા વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર માટે આવેલ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે ભગવો ખેસ પહેરી ભાજપામાં જોડાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રહિત માટે 370 ની કલમ દૂર કરવાનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવતા અને ખોટો વાણી વિલાસ કરતાં તેનો ફાયદો પાકિસ્તાન લઇ રહ્યું હતું. જેથી જયશ્રીબેન જોશીએ રાષ્ટ્ર હિતમાં નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવતા નિર્ણયના સમર્થનમાં કોંગ્રેસ માંથી ગુજરાત પ્રદેશ મહિલા મંત્રી પદેથી એક મહિના અગાઉ રાજીનામુ આપ્યું હતું.
જયશ્રીબેન જોશી ઉપરાંત NCPના ગુજરાતના યુવા પ્રમુખ વીરેન્દ્ર પટેલ, લુણાવાડા નગરપાલિકાના પૂર્વ કૉંગ્રેસના સભ્ય અને લુણાવાડા APMCના સદસ્ય શાંતિ ભાઈ પટેલએ પણ મુખ્યપ્રધાનના હસ્તે ભગવો ખેસ પહેરી ભાજપામાં પ્રવેશ કર્યો છે.