- બાલાસિનોર વિસ્તારમાં પાણી અને મચ્છર જન્ય રોગચાળો
- KMG હોસ્પિટલમાં ડેન્ગ્યુ, વાઇરલ તાવ, મેલેરિયા અને ડાયેરિયાના કેસ સારવાર હેઠળ
- પાલિકા દ્વારા નગરમાં સાફ- સફાઈ, દવા છંટકાવ અને ફોગિંગ
- આરોગ્ય તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી પ્રજાજનોની માગ
બાલાસિનોર: ચોમાસાની ઋતુની દરમિયાન નગરમાં પાણી તેમજ મરછર જન્ય રોગચાળો વધ્યો છે. છેલ્લા પંદર દિવસમાં બાલાસિનોર(balasinor) નગરમાં 15 ઉપરાંત ડેન્ગ્યુના કેસો સામે આવ્યા છે. આ સાથે ડાયેરીયા અને તાવના 35 જેટલાં કેસ નોંધાવા પામ્યા છે.
ચોમાસાની ૠતુ દરમિયાન કેસ સામે આવતા નગરજનોમાં ફફડાટ
હજુ તો ચોમાસાની શરૂઆત છે, ત્યારે ચોમાસાની ઋતુ દરમિયાન કેસો સામે આવતા નગરજનોમાં ફફડાટ વ્યાપ્યો છે. ત્યારે આરોગ્ય તંત્ર સતર્ક બની તે અંગે પગલા લે તે જરૂરી બન્યું છે. બાલાસિનોર(balasinor) નગરપાલિકા દ્વારા નગરમાં મચ્છર નાબૂદ કરવા દવા છંટકાવ, ફોગીંગ, સાફ-સફાઇ કામગીરી ઉપરાંત પાણીમાં પણ દવાઓ નાખવામાં આવે તે જરુરી છે.
બાલાસિનોરની હોસ્પિટલમાં ડેન્ગ્યુના કેસ મળ્યા જોવા
આ અંગે બાલાસિનોર(balasinor)ની KMG હોસ્પિટલ તેમજ KSP મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં તપાસ કરતા લગભગ 15 જેટલા ડેન્ગ્યુના કેસ તથા મેલેરીયા, વાઈરલ તાવ અને ડાયેરીયાના 15થી 20 જેટલાં કેસો સારવાર હેઠળ હોવાનું હોસ્પિટલના ફિઝિશિયન ડો. વિરલ પટેલ અને KMG હોસ્પિટલના ડો.જયપ્રકાશ પટેલ દ્વારા જાણવા મળેલ છે.