ETV Bharat / state

બાલાસિનોર APMC ચૂંટણીમાં 16 બેઠકો માટે 37 ઉમેદવારો મેદાનમાં - balasinor ampc elections to be held on 8th of september

બાલાસિનોર માર્કેટયાર્ડની આવતી કાલે 8મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે બાલાસિનોર APMCની 16 બેઠકોની ચૂંટણી માટે 37 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યાં છે અને ચૂંટણી જીતવા દરેક ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે.

બાલાસિનોર APMC ચૂંટણીમાં 16 બેઠકો માટે 37 ઉમેદવારો મેદાનમાં

author img

By

Published : Sep 7, 2021, 3:21 PM IST

  • માર્કેટયાર્ડની 16 બેઠકો માટે 37 ઉમેદવારો મેદાનમાં
  • ચુંટણીને લઈ સહકારી રાજકારણ ગરમાયું
  • આવતીકાલે મતદાન, પરમ દિવસે પરિણામ

બાલાસિનોર: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી માટે APMC ખાતે બે દિવસ પહેલાં ફોર્મ ભરાયા હતા. ઉમેદવારોનો વહેલી સવારથી જ ફોર્મ લેવા અને જમા કરવા માટે ઘસારો જોવા મળ્યો હતો. ચુંટણી ને લઈને ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. 8 સપ્ટેમ્બર બુધવારના રોજ તેનું મતદાન યોજાશે. જ્યારે 9 સપ્ટેમ્બરના રોજ મતગણતરી કરાયા બાદ પરિણામ જાહેર કરાશે.

માર્કેટની કુલ બેઠકો
ખેડૂત10
વેપારી04
ખરીદ વેચાણ02
કુલ16

કુલ 40 ફોર્મ ફરાયા

બાલાસિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીની 16 બેઠકો માટે ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને ખરીદ વેચાણના ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગત શુક્રવારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 27 ફોર્મ, વેપારી વર્ગની 4 બેઠકો માટે 5 અને ખરીદ વેચાણની 2 બેઠકો માટે 8 ફોર્મ આવ્યા હતા.

વિભાગ વાર મતદારો
ખેડૂત વિભાગ514
વેપારી વિભાગ035
ખરીદ વેચાણ304
કુલ 853

8મી સપ્ટેમ્બરે મતદાન અને 9મીએ પરિણામ

બાલાસિનોર ખરીદ વેચાણ સંઘની કુલ 16 બેઠકો માટે 37 ફોર્મ ભરાયા હતા. બાલાસિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનું મતદાન 8મી સપ્ટેમ્બરના રોજ યોજાશે અને 9મી સપ્ટેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરાશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.