ETV Bharat / state

મહીસાગરનો વિજયગીરી બન્યો બાહુબલી, બોડી બિલ્ડીંગમાં મેળવ્યો સિલ્વર - લુણાવાડાના તાજા સમાચાર

મહીસાગર: આજના આધુનિક યુગમાં યુવાનોમાં બોડી બનાવવાનો ક્રેઝ હોય છે અને તેની સ્પર્ધાઓ પણ ચાલે છે. બોડી બતાવવાનો ક્રેઝ ફિલ્મોમાંથી આવ્યો છે. સલમાન ખાન, ટાઈગર શ્રોફ, અને ઋત્વિક રોશનની જેમ યુવાનો અથાક પરિશ્રમ કરી પોતાના મસલ્સ બતાવવા આતુર હોય છે. આવી જ આતુરતા સાથે જિલ્લાના બાહુબલી યુવાન વિજયગીરીએ અમદાવાદ ખાતે યોજાયેલી સ્પર્ધામાં 100 બાહુબલી વચ્ચે સિલ્વર મેડલ મેળવી પોતાની સફળતા પ્રાપ્ત કરી છે.

Silver gained in bodybuilding
બોડી બિલ્ડીંગમાં મેળવ્યો સિલ્વર
author img

By

Published : Dec 10, 2019, 11:08 AM IST

અમદાવાદના ગોતા ખાતે યોજાયેલી KARTOS ClASSIC સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવીને મહીસાગર જિલ્લાના નરોડા ગામના યુવોને સમગ્ર જિલ્લાનું નામ ઉજાગર કર્યું છે. વીજયગીરીનું સ્વપ્ન આર્મીમાં ફરજ બજાવવાનું હતું. પરંતુ અમુક કારણોસર તેમનું સ્વપ્ન અધુરૂં રહી ગયું હતું.

બોડી બિલ્ડીંગમાં મેળવ્યો સિલ્વર

આર્મીની સ્વપ્ન બાદ વીજયગીરીએ તંદુરસ્ત રહેવા માટે જીમ જવાનું શરૂ કર્યું. ત્યારબાદ મહીસાગરના બાહુબલીએ બોડી બિલ્ડીંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. લોકો એક વખત ધ્યેય નક્કી કરીને ભૂલી જતા હોય છે. પરંતુ વીજયગીરી પોતાના ધ્યેયમાં અડગ રહ્યો અને અમદાવાદ ખાતે યોજાયેલી બોડિ બીલ્ડીંગની સ્પર્ધામાં સિલ્વર મેડલ લાવી જિલ્લાનું નામ પ્રજ્વલિત કર્યું હતું.

Intro: લુણાવાડા:-
આજના આધુનિક યુગમાં યુવાનોમાં બોડી બનાવવાનો ક્રેઝ હોય છે અને યુવાનોમાં સ્પર્ધાઓ ચાલે છે. બોડી બતાવવાનો
ક્રેઝ ફિલ્મોમાં પણ દર્શાવાય છે. સલમાન ખાન, ટાઈગર શ્રોફ, અને ઋત્વિક રોશનની જેમ યુવાનો અથાક પરિશ્રમ કરી પોતાના મસલ્સ બતાવવા આતુર હોય છે, આવા જ મહિસાગર જિલ્લાના બાહુબલી યુવાન વિજયગીરી અમદાવાદ ખાતે યોજાયેલી સ્પર્ધામાં 100 બાહુબલી વચ્ચે સિલ્વર મેડલ મેળવી પોતાની સફળતા પ્રાપ્ત કરી છે.

Body: અમદાવાદ ખાતે યોજાયેલી સવ્ય સ્વરાજ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ગોતા ખાતે KARTOS CLASSIC ચેમ્પિયનશિપમાં
કુલ 100 થી વધુ એથલિટ્સએ અલગ અલગ વજન વર્ગની કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં 75 થી 80 કિલોગ્રામ વજન
વર્ગની કેટેગરીમાં સામાન્ય પરિવારમાંથી આવેલો એક યુવાન બોડી બિલ્ડિંગની મિસ્ટર અમદાવાદ સ્પર્ધામાં બીજું સ્થાન મેળવી મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નરોડા ગામનું ગૌરવ બન્યો છે. સામાન્ય રીતે લોકો સ્વાસ્થ્ય માટે જીમ જતા હોય છે અને પોતાની તંદુરસ્તી સાચવવા માટે કસરત કરતા હોય છે એવી જ રીતે આર્મીમાં ભરતી થવાના આશયથી નરોડા ગામનો યુવાન કે જેણે પોતાના પિતા નાની ઉંમરમાં જ ગુમાવી દીધા હતા અને પોતાની માતાના સહારે તેની મદદથી સવારે વહેલા ઉઠી રોજ 18 કિલોમીટર કાપી લુણાવાડા જીમમાં આવતો હતો. તેમનો મુખ્ય ધ્યેય ઇન્ડિયન આર્મી જોઇન્ટ કરવાનો, આર્મીમાં જોડાવા ફિઝિકલ ટેસ્ટ પાસ કર્યા બાદ મેડિકલમાં વિજય ગોસાઈ સિલેક્ટ ન થતાં નોકરી કરવા અમદાવાદ ગયા અને
અમદાવાદમાં પણ મનોમન એ નક્કી કર્યું કે હવે કસરત કરી બોડી બિલ્ડીંગમાં ભાગ લેવો છે. સવાર સાંજ રોજના ચાર કલાકની
મહેનત કરી આખરે તેણે મિસ્ટર અમદાવાદમાં પોતાની ખાસ કસાયેલી કાયા બતાવી અને બીજા નંબર સાથે સિલ્વર મેડલ
મેળવી મહિસાગર જિલ્લાના બાહુબલી તરીકે નામ રોશન કર્યું છે.
Conclusion: વિજયગીરી કહેછે કે આજના ફાસ્ટ યુગમાં અનેક ક્ષેત્રોમાં નોકરીની તકો પણ રહેલી છે પણ આ બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં
પણ કારકિર્દી ઘડી શકાય છે. મેતો કોઈના સપોર્ટ વિના વિડિયો જોઈ વાંચન કરી આ મુકામ હાંસિલ કર્યો છે. પરંતુ હવે જે
યુવાનો ને આ ફિલ્ડમાં આગળ આવવું છે તેઓને હું મદદ કરીશ અને તેમને ગાઈડ કરીશ.
બાઇટ-૧ વિશાલ સોલંકી (જીમ ચલાવનાર) લુણાવાડા ----ગ્રે કલરની લાંબી બોય જર્સી, અને ગળામાંચેઈન પહેરેલ છે.
બાઇટ-૨ વિજયગીરી ગોસ્વામી (સિલ્વર મેડલ વિજેતા) મહીસાગર---- હાફ બોય સફેદ ગંજી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.