લુણાવાડા શહેરમાં આવેલી વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ અને કડાણા તાલુકા નારણકપુર ગામના અંતરિયાળ વિસ્તારના ખેત મજૂરનું નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતું. દર્દી કાંતિભાઇ કાળુભાઇ ડામોરનો સાઇકલ અથડાતા માર્ગ અકસ્માત થયો હતો. સારવાર માટે લુણાવાડા શહેરની વિનાયક ઓર્થોપેડિક હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. ડૉક્ટરે તેમનું ઓપરેશન કરવાનો ખર્ચ 25થી 30 હજાર રૂપિયા હોવાનું જણાવ્યું હતું. ત્યારે કાંતિભાઇનો પરિવારમાં ચિંતામાં મૂકાયો હતો. ત્યારે આયુષ્યમાન યોજના થકી તેમને મોટી સહાય મળી હતી. તેમની પાસે આયુષ્માન યોજનાનો લેટર હતો. એટલે તેમના પરિવારે મહીસાગર CHC વિભાગને જાણ કરી આ યોજનાનો લાભ મેળવ્યો હતો.
મહીસાગર CHCને ઘટનાની જાણ થતાં જ રવિવાર હોવા છતાં CHCના VLE અને મેનેજર તાત્કાલિક લેપટોપ અને અને બાયોમેટ્રિક સાથે હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. CHCના કર્મચારી દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરી હોસ્પિટાલમાં જ માર્ગ અકસ્માતમાં ઘાયલ કાંતિભાઈ ડામોરનું આયુષ્યમાન યોજનાનું કાર્ડ કાઢી આપ્યું હતું. જેનાથી કાંતિભાઈ ડામોરના થાપાના ફેક્ચરનું નિઃશુલ્ક પ્રધાનમંત્રી જન આયુષ્યમાન આરોગ્ય યોજના અંતર્ગત કરવામાં આવ્યું હતું.