ETV Bharat / state

બાલાસિનોર બેંક ઓફ બરોડાની શાખામાં 2 લાખની ચીલ ઝડપ - બેન્ક ઓફ બરોડા બાલાસિનોર

મહીસાગર: બાલાસિનોરમાં બેન્ક ઓફ બરોડાની શાખામાં નાગરિક સહકારી બેન્કના નાણાં ભરવા આવેલા કર્મચારીની બેગમાંથી રૂપિયા 2 લાખની અજાણ્યા ઈસમ દ્વારા ચીલ ઝડપ થતા હડ્કંપ મચી ગઇ હતી. જે અંગે નાગરિક બેન્કના મેનેજર ગોપાલભાઈ શાહે પોલીસ ફરિયાદ નોધાવી હતી. પોલીસ દ્વારા CCTVના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

Balasinor Bank
મહીસાગર
author img

By

Published : Dec 16, 2019, 4:40 PM IST

આ અંગેની મળતી વિગતો અનુસાર બાલાસિનોર નાગરિક બેંકના કેશિયર અમિતભાઈ દ્વારા બેન્કમાં કાયમ લઈ જવાતા કેશના થેલામાં સાથી કર્મચારી ભીખાભાઈ તેમજ પટાવાળા રમેશભાઈને 20 લાખ ભરવા આપ્યા હતા. જે લઈને બંને બેન્કના કર્મચારીઓ બેન્ક ઓફ બરોડાની બાલાસિનોર શાખામાં ભરવા ગયા હતા. ત્યારે બેન્કમાં બીજા અન્ય કલેક્સનના નાણાં બાજુના કાઉન્ટરમાં ભરાતા હતા. તે સમયે રૂપિયાનો થેલો સાથી કર્મચારીએ તેના પગ પાસે મૂકેલો હતો.

બાલાસિનોર બેંક ઓફ બરોડાની શાખામાં રૂપિયા 2 લાખની ચીલ ઝડપ

ત્યારબાદ કેશ કાઉન્ટર ઉપર થેલો મૂકી 20 લાખ રૂપિયા ભરવા બેગ ખોલ્યું, ત્યારે રૂપિયા 2000ની 5 પેક બંડલની સાથે અન્ય 2 લાખનું છૂટું બંડલ ન જણાતા તેમણે બેન્ક મેનેજર ગોપાલભાઈ શાહને જણાવ્યું હતું. ત્યારે મેનેજરે કેશ પરત લઈ બેંકમાં પાછા આવવાનું જણાવ્યુ હતું. બાદમાં કર્મચારીઓ દ્વારા સમગ્ર ઘટના વિગતે જાણતા તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો.

બેંકના ખાતેદાર ગ્રાહકોની નાણાંની સલામતી માટે વ્યવસ્થા ગોઠવાય અને સલામતી જળવાય તેવી વ્યવસ્થા બેન્ક સત્તાવાળોઓ કરે તેવી સૌ પ્રજાજનોએ માંગ કરી હતી. હાલ, સમગ્ર મામલે પોલીસે CCTVના આધારે તપાસ ચલાવી હતી. તેમજ ચીલ ઝડપ કરનારને પોલીસ સત્વરે પકડે તેવી લોકોની માંગણી ઉઠી હતી.

Intro:બાલાસિનોર:-
બાલાસિનોરની બેન્ક ઓફ બરોડાની શાખામાં બાલાસિનોર નાગરિક સહકારી બેન્કના નાણાં ભરવા આવેલ કર્મચારીની
બેગ માંથી રૂપિયા 2 લાખ ની અજાણ્યા ઈસમ દ્વારા ચિલ ઝડપ થતા હડ્કંપ મચી ગયો હતો. બાલાસિનોર નાગરિક બેન્કના મેનેજર ગોપાલભાઈ શાહે પોલીસ ફરિયાદ નોધાવી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ના આધારે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

Body: આ અંગેની મળતી વિગતો અનુસાર બાલાસિનોર નાગરિક બેંકના કેશિયર અમિતભાઈ દ્વારા બેન્કના કાયમ લઈ જવાતી
કેશના થેલામાં સાથી કર્મચારી ભીખાભાઈ તેમજ પટાવાળા રમેશભાઈ ને 20 લાખ ભરવા આપ્યા હતા. જે લઈને બંને બેંકના
કર્મચારીઓ બેન્ક ઓફ બરોડાની બાલાસિનોર શાખામાં ભરવા ગયા હતા. બેન્કમાં બીજા અન્યના કલેક્સનના નાણાં બાજુના
કાઉન્ટરમાં ભરાતા હોય એ સમયે રૂપિયાનો થેલો સાથી કર્મચારીએ તેના પગ પાસે મૂકેલ હતો તે દરમ્યાન છુટ્ટા ભરવાના
રૂપિયા પટાવાળાને પગ નીચે રાખેલ બેગ માંથી કાઢી આપેલ ત્યારબાદ કેશ કાઉન્ટર ઉપર થેલો મૂકી 20 લાખ રૂપિયા
ભરવા ખોલ્યું ત્યારે રૂપિયા 2000 ની 5 પેક બંડલની સાથે અન્ય એ રૂપિયા 2 લાખ નું છૂટું બંડલ ન જણાતા, બેન્કમાં અને
બહાર તપાસ કરતા ન જણાતા 2 લાખ ગયાની જાણ બાલાસિનોર નાગરિક સહકારી બેન્ક મેનેજર ગોપાલભાઈ શાહને જણાવતા તેઓને કેશ પરત લઈ બેંકમાં પાછા આવવાનું જણાવ્યુ હતું. કર્મચારીઓ દ્વારા સમગ્ર ઘટના વિગતે જાણતા તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા આ સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો.

Conclusion: બેંકના ખાતેદાર ગ્રાહકોની નાણાંની સલામતી માટે વ્યવસ્થા ગોઠવાય અને સલામતી જળવાય તેવી વ્યવસ્થા બેન્ક
સત્તા વાળોઓ કરે એવી સૌ પ્રજાજનોએ માંગ કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ સીસીટીવીના આધારે તપાસ ચલાવી રહી છે. ચિલ ઝડપ કરતાને પોલીસ સત્વરે પકડે તેવી લોકોની માંગણી છે.

બાઇટ- ૧ ગોપાલભાઈ શાહ (નાગરિક બેન્ક મેનેજર) બાલાસિનોર--નેવી બ્લૂ સ્વેટર
બાઇટ- ૨ રાજીવ કુમાર (મેનેજર, બેન્ક ઓફ બરોડા) બાલાસિનોર શાખા --સફેદ શર્ટ-હિન્દીમાં બોલે છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.