ETV Bharat / state

અવિરત 1500 પેઇન્ટિંગ્સ કરનાર આર્ટિસ્ટ બિપીન પટેલનું વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના છાયણ ગામના બિપીન પટેલે 26 જૂન 2020 ના દિવસે 1500 જેટલા લેન્ડસ્કેપ પૂર્ણ કર્યા છે. અવિરત 1500 પેઇન્ટિંગની સિદ્ધિથી તેઓ વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયામાં સ્થાન પામ્યા છે.

author img

By

Published : Jun 26, 2020, 9:48 PM IST

મહીસાગર
મહીસાગર

લુણાવાડા: મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના છાયણ ગામના બિપીન પટેલે વોટર કલરથી રોજ એક પેઈન્ટીંગ બનાવી ગ્રામ્ય જીવનને ધબકતું, શહેર, હરિયાળી ધરતી અને વિન્ટેજને ખૂબ જ સુંદર રીતે કંડારી છે. રોજ એક ચિત્ર અવિરત પણે બનાવવાના મુશ્કેલ સંકલ્પને પોતાની ચિત્રકળાથી સરળ બનાવનાર આર્ટિસ્ટ બિપીન પટેલે 26 જૂન 2020 ના દિવસે 1500 જેટલા લેન્ડસ્કેપ પૂર્ણ કર્યા છે. તેમણે લુણાવાડાની અને 142 વર્ષ જૂની ઐતિહાસિક વારસો ધરાવતી શાળાને પોતાના રંગોથી કંડારી હતી.

અવિરત 1500 પેઇન્ટિંગ્સ કરનાર આર્ટિસ્ટ બિપીન પટેલનું વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન
અવિરત 1500 પેઇન્ટિંગ્સ કરનાર આર્ટિસ્ટ બિપીન પટેલનું વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન

અવિરત 1500 પેઇન્ટિંગની સિદ્ધિથી વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયામાં સ્થાન પામ્યા છે. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ પવન સોલંકીએ મહિસાગર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર આર.બી.બારડના હસ્તે આર્ટિસ્ટ બીપીન પટેલને પ્રમાણપત્ર અને મેડલ આપી તેમની આ કલા સિદ્ધિની નોંધ લીધી હતી. જિલ્લા કલેક્ટરે પણ લોકડાઉનના સમયગાળામાં પણ પોતાની કલા સાધનાને અવિરત રાખનાર બિપીન પટેલની જિલ્લાનું ગૌરવ વધારનાર આ વિશિષ્ટ સિદ્ધિને બીરદાવી ઉજ્જવળ પ્રગતિમય ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

બાળપણથી ચિત્રમાં રૂચિ ધરાવતા સંતરામપુર તાલુકાના નાના છાયણ ગામના બિપીન પટેલે નારગોલથી ડિપ્લોમા ફાઇન આર્ટ અને બરોડા યુનિવર્સિટીમાંથી ફાઇન આર્ટ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરેલો છે. બિપીન પટેલે વડાપ્રધાન મોદીના જન્મસ્થાન વડનગર ઉપર બનાવેલા વોટર કલર પેઈન્ટીંગ દિલ્હી ખાતે પીએમ ઓફિસે શોભા વધારી રહ્યું છે.

યુનેસ્કો દ્વારા આયોજિત હેરિટેજ રાણકી વાવ પાટણ ખાતે લાઈવ પેઇન્ટિંગ સ્પર્ધામાં 2017 થી 2019 માં સળંગ ત્રણ એવોર્ડ મેળવેલા છે. એ ઉપરાંત ગુજરાત કલા પ્રતિષ્ઠાન સુરત દ્વારા બેસ્ટ લેન્ડસ્કેપ અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત સોમનાથ ક્લાયજ્ઞ 2017 ભારત ભરથી આવેલા ચિત્રકારો વચ્ચે વિશેષ સન્માન એવોર્ડ મળ્યો હતો.

ભારતની આર્ટ સંસ્થા બિન્દાસ આર્ટની વિશ્વ કક્ષાની વોટર કલર સ્પર્ધામાં બીજા નંબરે આવીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. છાંયણ જેવા નાનાં ગામડામાંથી આવતા આ કલાકારે દેશ-દુનિયામાં મહિસાગર જિલ્લાનું નામ રોશન કરી આગવી ઓળખ ઉભી કરી છે. ભારતના વોટર કલર આર્ટિસ્ટ વચ્ચે બિપીન પટેલનું સ્થાન ગુજરાત માટે ગૌરવ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.