- પોલીસે પેટ્રોલીંગ દરમિયાન દારૂના જથ્થા સાથે એક શખ્શને ઝડપ્યો
- પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી ડ્રાઇવરને પકડી લીધો
- આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરાઇ
મહીસાગરઃ જિલ્લાના સંતરામપુરમાં પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન સંતરામપુર-નરશીંગપૂર બાયપાસ રોડ ઉપર નાકાબંધી એરિયામાં બાતમી વાળી ગાડી આવતા તેને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ કાર ઉભી ના રાખતા તેનો પીછો કરી ગાડીના ડ્રાઇવરને પોલીસે ઝડપી લીધો હતો. આ પકડાયેલા ઈસમે યૂ-ટ્યુબ પર 12,000થી વધુ ગીતોની રચના કરી હોવાનું જણાવ્યું હતું
- કારમાંથી વિદેશી દારૂની 1,267 નંગ બોટલ મળી આવી
કારમાં પોલીસે તપાસ હાથ ધરતા પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની પેટીઓ, બિયર તેમજ કવાર્ટર મળી આવ્યા હતા. આ ઉપરાંત ઝડપાયેલા ડ્રાઇવરનું નામ સરનામું પૂછતા તેનું નામ સુરેશભાઇ રાજપૂરોહીત રાજસ્થાનનો હોવાનું જણાવ્યું હતું. આ ઈસમ ગાયક કલાકાર છે, તેમણે યૂ-ટ્યુબ પર 12,000થી વધુ ગીતોની રચના કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ દારૂનો જથ્થો અમદાવાદ સરદારનગર ખાતે રહેતા મુકેશભાઇને આપવાનો હોવાનું જણાવ્યું હતું. આ દરમ્યાન ગાડીની ડીકી તથા સીટમાંથી પરપ્રાંતીય ભારતીય બનાવટની દારૂની નાની-મોટી 1267 નંગ બોટલો જેની કુલ કિંમત રૂપિયા 2,03,660નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.