ETV Bharat / state

હીટવેવથી બચવા NDMA દ્વારા સૂચવાયેલા ઉપાયોને લક્ષમાં લેવા મહીસાગર વહિવટી તંત્રની અપીલ - NDMA

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી હીટવેવની અસરથી બચવા જરૂરી તકેદારી રાખવાના સૂચનો અને ઉપાયોને લક્ષમાં લેવા મહિસાગર જિલ્લા વહીવટી તંત્ર તરફથી જાહેર અનુરોધ કરવાની સાથે આ અંગે જરૂરી સાવચેતી રાખવાની પણ અપીલ કરાઇ છે. રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ (NDMA) તરફથી હીટવેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું, લૂની અસર પામેલી વ્યક્તિને સારવાર માટેના ઉપાયો તથા આબોહવા અનુકૂલન સંદર્ભે જરૂરી માર્ગદર્શન અપાયું છે.

measures suggested by NDMA to avoid the effects of heatwave
હીટવેવની અસરથી બચવા NDMA દ્વારા સૂચવાયેલા ઉપાયોને લક્ષમાં લેવા મહીસાગર જિલ્લા વહિવટી તંત્રની અપીલ
author img

By

Published : May 21, 2020, 1:00 PM IST

મહિસાગરઃ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી હીટવેવથી રહેતી મહત્તમ અસરથી બચવા બાબતે જરૂરી તકેદારી રાખવાના સૂચનો અને ઉપાયોને લક્ષમાં લેવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી જાહેર અનુરોધ કરવાની સાથે આ અંગે જરૂરી સાવચેતી રાખવાની પણ અપીલ કરાઇ છે. રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ (NDMA) તરફથી હીટવેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું, લૂની અસર પામેલી વ્યક્તિને સારવાર માટેના ઉપાયો તથા આબોહવા અનુકૂલન સંદર્ભે જરૂરી માર્ગદર્શન અપાયું છે.

measures suggested by NDMA to avoid the effects of heatwave
હીટવેવની અસરથી બચવા NDMA દ્વારા સૂચવાયેલા ઉપાયોને લક્ષમાં લેવા મહીસાગર જિલ્લા વહિવટી તંત્રની અપીલ

હીટવેવ દરમિયાન શું કરવું જોઈએ:

હીટવેવ દરમિયાન મોસમની આગાહી જાણવા માટે નિરંતર રેડિયો સાંભળવું, ટીવી જોવું, અને સમાચાર પત્રો વાંચતા રહેવું, તેમજ તરસ ના લાગી હોય તો પણ થોડા થોડા સમયે પાણી પીતા રહેવું. હલકા રંગના ઢીલા અને હળવા સુતરાઉ કપડાં પહેરવા, કારણવશ બહાર જવાનું થાય તો ચશ્મા, છત્રી, બુટ અને ચપ્પલનો ઉપયોગ કરવો તેમજ માથા, ગળા અને ચહેરા પર ભીનું કપડું રાખવું, પ્રવાસ દરમિયાન સાથે પીવાનું પાણી રાખવું, સૂર્યના સીધા પ્રકાશમાં કામ કરવાનું થાય ત્યારે છત્રી તેમજ ટોપીનો ઉપયોગ કરવો સાથો સાથ ગળા અને ચહેરા પર ભીનું કપડું રાખવું. તેમજ ઘરે બનાવેલા પીણા જેવા કે લસ્સી, કાંજી, લીંબુપાણી, છાશ વગેરેનો ઉપયોગ કરવો.

હીટવેવથી અસર દરમિયાન સ્નાયુનું ખેંચાવું, શરીર પર ફોલ્લીઓ થવી, કમજોરી આવવી, ચક્કર આવવા, માથું દુખવું, ઉબકા આવવા, વધારે પરસેવો થવો, શરીર જકડન જેવા લક્ષણો જોવા મળે છે. જો નબળાઈ અથવા બીમારી જેવું લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો, રાત્રે બારીઓ ખોલી દો, ઘરમાં પંખા તથા ભીના કપડાં ઉપયોગ કરો અને વારંવાર ઠંડા પાણીથી નહાવું, કામના સ્થળે પાણીની વ્યવસ્થા રાખો, કામદારો સૂર્યના સીધા તાપમાં કામ ન કરે તેની સાવધાની રાખો, સગર્ભા કામદાર ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે.

હીટવેવ દરમિયાન શું ન કરવું જોઇએ:

હીટવેવ દરમિયાન બાળકો અને પાળેલા પ્રાણીઓને ઊભા રાખેલા વાહનોમાં એકલા છોડવા નહીં, સૂર્યના તાપમાં જવાનું ટાળો ખાસ કરીને બપોરે 12 થી 3 દરમિયાન, તેમજ ભડકાઉ કલરના ટાઈટ તથા ભારે કપડા પહેરવાનું ટાળો, બહારનું તાપમાન વધારે હોય ત્યારે મહેનત વાળું કામ ન કરો, બપોરે 12થી 3 દરમિયાન કામ કરવાનું ટાળો, તાપમાન વધારે હોય ત્યારે રસોઈઘરમાં ઓછા સમય રહો. ચા, કોફી, આલ્કોહોલ અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક લેવાનું ટાળો, વધારે પ્રોટીન યુક્ત ખોરાક તથા ઊતરી ગયેલ ખાદ્ય પદાર્થ લેવાનું ટાળવું જોઈએ. ખાદ્ય પદાર્થોમાં પ્રવાહી પ્રકારનું લેવાનું પસંદ કરો, જેથી તરસ મહેસુસ નહીં થાય. ચા-કોફી લેવાનું ટાળો,

વારંવાર થોડું થોડું ઓછા પ્રોટીનવાળો ખોરાક લેવાનું રાખો જેમ કે ફળ શાકભાજી અને સલાડ વગેરે જેવો ખોરાક લેવો. સામાન્ય ઘર કરતાં એરકન્ડીશન ઘરમાં હીટવેવનું જોખમ સંપૂર્ણ ઘટી જાય છે. વધારે તાપમાનમાં ગરમીને દૂર કરવું મુશ્કેલ બને છે. જેથી વધુ તાપમાનમા જવાનું ટાળવું, બાળકો, વૃદ્ધો નાના બાળકો, શિશુઓ તે લોકોની ખાસ સંભાળ રાખવી. જે લોકો લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાતા હોય એવા લોકો હીટવેવ સમયે વધુ અસુરક્ષિત હોય છે.

ધ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ રિપોર્ટ અનુસાર દર વર્ષે અંદાજે 350 જેટલા લોકો હીટવેવના પ્રભાવથી મૃત્યુ પામતા હોવાની જાણકારી પણ રિપોર્ટમાં દર્શાવેલ છે. લૂ ની અસર પામેલ વ્યક્તિની સારવાર માટેના સુચવેલા ઉપાયોમાં વ્યક્તિને ઠંડી જગ્યામાં છાંયડા નીચે સુવડાવવા. તેમજ તેને ભીના કપડાથી લુછવા/ શરીરને વારંવારં ધોવુ, માથા પર હૂંફાળું પાણી રેડવા જેવી મુખ્ય બાબત શરીરના તાપમાનને નીચે લાવવાની છે. આવી વ્યક્તિને પીવા માટે ORS અથવા લીંબુ શરબત કે તોરણી (ચોખાનું પાણી) અથવા શરીરમાં ફરી પાણીનો સંગ્રહ થાય તેવી કોઈપણ વસ્તુ આપવી, આવી વ્યક્તિને તાત્કાલીક નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવા અને જો લૂ ઘાતક નીવડી શકે તેમ હોય તો દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા જેવા ઉપાયો તાત્કાલીક હાથ ધરવાની પણ ભલામણ કરાઈ છે. આબોહવા અનુકૂલન માટે સૂચવાયેલી બાબતોમાં વધુ ઠંડી આબોહવામાંથી ગરમ આબોહવામાં આવતા વ્યક્તિઓને વધુ ખતરો હોય છે. ગરમીના મોજાની ઋતુ દરમિયાન કુટુંબની મુલાકાતે આવા વ્યક્તિઓ આવતા હશે. ત્યારે તેઓનું શરીર ગરમ આબોહવાને અનુકુળ ન થાય ત્યાં સુધી તેઓએ એક અઠવાડિયા સુધી ખુલ્લા મેદાનમાં ફરવું જોઈએ નહીં અને પુષ્કળ પાણી પીવું જોઈએ. ગરમીના મોજા દરમિયાન ગરમ આબોહવા ધીમે ધીમે સંપર્કમાં આવીને આબોહવા સાથે અનુકૂલન સાધી શકાય છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા મહિસાગર જિલ્લા વહીવટીતંત્ર તરફથી જણાવાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.