મહીસાગર: જિલ્લાના લીમડીયા ચોકડી પર સોમવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં શાકભાજી ભરેલી ટ્રકે કાબૂ ગુમાવતાં એક સાથે 8 વાહનો અડફેટે લીધા હતા. આ અકસ્માત 2 બાઈક, 3 ટ્રક અને 3 કાર વચ્ચે સર્જાયો હતો. જેમાં એક કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજયું છે. બચાવ ટીમ દ્વારા વાહનની નીચે દબાયેલા લોકોના બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અકસ્માતની જાણ થતા 108ની ચાર એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને એમ્બ્યુલન્સના મારફતે લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત DySp સહિતના તમામ અધિકારીઓએ સમગ્ર મુદ્દાની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી મહિનામાં ગોંડલ તાલુકાના શેમળા પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2નાં મોત થયા હતાં અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ તમામ લોકોને JCBની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.