- મહિસાગરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો
- મતદારયાદીમાં નોંધણી માટે 'ક્રિકેટ રમો અને મતદાર બનો' એવો અભિગમ
- વિદ્યાર્થીઓ-યુવાનોએ ભાગ લઈ ક્રિકેટ રમ્યા અને મતદાર બન્યા
મહિસાગર: જિલ્લાના બાલાસિનોરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (Voter List Reform Program in Balasinor)યોજાયો. જે અંતર્ગત બાલાસિનોર નવ ગુજરાત કોલેજ ખાતે 18 થી 19 વર્ષ તેમજ અન્ય યુવાનોએ કે જેમણે મતદારયાદીમાં નથી કરવી તેમજ તેઓમાં જાગૃતિ આવે અને તે અનુસંધાને મતદારયાદીમાં નોંધણી કરાવે તે અંતર્ગત 'ક્રિકેટ રમો અને મતદાર બનો'(Play cricket and be a voter ) એવા અભિગમ સાથે આજે શુક્રવારે કાર્યક્રમ યોજાયો.
ભવાઈ યોજી મતદાન અંગે જાગૃતિના સંદેશા
જેમાં કોલેજના વિદ્યાર્થીઓ(College students)-યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ ક્રિકેટ રમ્યા અને નમૂના નંબર-6 ભરી મતદાર બન્યા છે.આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા ભવાઈના કલાકારો(Bhavai's artists) દ્વારા ભવાઈ યોજી મતદાન અંગે જાગૃતિના સંદેશા(Voting awareness messages) આપવામાં આવ્યા હતા.
ક્રિકેટ રમાડી મતદાર યાદીમાં નામ નોંધાવ્યા
આ કાર્યક્રમમાં બાલાસિનોર પ્રાંત ઓફિસર વિમલભાઈ ચૌધરી, મામલતદાર આર.પી.ડીંડોર ઉપસ્થિતિમાં યુવા મતદારોના નામ નોંધી ક્રિકેટ રમાડી મતદાર યાદીમાં નામ નોંધાવ્યા હતા. આ પ્રયોગ થકી જે યુવાનોએ મતદાર નોંધણી નથી કરાવી તેઓ પોતાના મતદારયાદીમાં નોંધાવે અને લોકશાહીને ધબકતી રાખે તેવું પ્રાંત ઓફિસર વિમલ ચૌધરીએ જણાવ્યું છે.
આ પણ વાંચોઃ ગાંધી આશ્રમમાં મુખ્ય 1 એકરની અંદરના એરિયાને રી-ડેવલોપમેન્ટ નહીં થાયઃ રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું
આ પણ વાંચોઃ Vadodara Rape Case : પીડિતાની સાઇકલને 25 દિવસ પછી શોધી કાઢવામાં રેલવે એલસીબીની ટીમને સફળતા મળી