- વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણ સામે આરોગ્યની રક્ષા
- લુણાવાડામાં સૌથી વધુ 94,757 નાગરિકોએ કોરોનાનું વેક્સિનેશન કરાવ્યું
- 2,40,102 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ તેમજ 85,572 નાગરિકોએ બીજો ડોઝ લીધો
મહિસાગર : કોરોનાથી કવચ આપતું રસીકરણ અભિયાન જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રસીકરણને વેગવાન બનાવવા સઘન કોરોના રસીકરણ અભિયાનની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 45થી વધુ ઉંમરના નાગરિકોને કોરોના રસી આપવાની કામગીરી અત્યારે કાર્યરત છે. જિલ્લામાં લોકો કોરોના અંગેની જાગૃતિથી રસીનો ડોઝ મૂકાવી રહ્યા છે.
આ પણ વાંચો : તૌકતે વાવાઝોડા બાદ મહેસાણામાં વેક્સિનેશન પુનઃ શરૂ કરાયું
મહીસાગર જિલ્લાના નાગરિકો કોરોના રસીકરણ અંગે જાગૃત થઈને લોકો રસી મુકાવી રહ્યા છે. જિલ્લામાં 23મી મે 2021 સુધીમાં તાલુકા પ્રમાણેના આંકડાઓ,
તાલુકો | રસી મુકાવનારનો આંકડો |
લુણાવાડા | 94,757 |
બાલાસિનોર | 47,523 |
સંતરામપુર | 81,951 |
ખાનપુર | 27,589 |
કડાણા | 41,080 |
વીરપુર | 32,774 |
કુલ | 3,25,674 |
આમાં, હેલ્થ કોરોના વોરિયર, ફ્રંટ લાઈન વોરિયર, 45થી 59 અને 60 વર્ષથી વધુ ઉંમરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો દ્વારા કોરોના વેક્સિનેશન કરાવ્યું છે. જિલ્લામાં અત્યારસુધીમાં 6,027 આરોગ્ય કોરોના વોરિયર, 9,143 ફ્રંટ લાઈન કોરોના વોરિયર, 45થી 59 વર્ષના અને 60 વર્ષથી વધુ ઉંમરના 2,24,932 જેટલા નાગરિકોને કોરોનાની રસી મૂકવામાં આવી છે. અત્યારસુધીમાં જિલ્લામાં 2,40,102 નાગરિકોને કોરોના રસીનો પ્રથમ તેમજ 85,572 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો :પાટણ જિલ્લામાં કોરોના રસીકરણ ફરી કાર્યક્રમ શરૂ કરાયો
વેક્સિન લીધા પછી પણ કાળજી રાખવાની જરૂરી
જિલ્લા કલેકટર કે. ડી. લાખાણીએ જણાવ્યું હતું કે, વેક્સિન લીધા પછી પણ કાળજી રાખવાની એટલી જ જરૂરી છે. જેમ કે, માસ્ક પહેરવુ, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને જાહેર ભીડભાડ વાળી જગ્યા પર જવું નહીં, સેનેટાઈઝર કરવુ, જ્યાં ત્યાં થુંકવું નહીં અને ખૂબ કાળજી રાખી આ રોગની ગંભીરતાને સમજી આપણે બધા સાથે મળીને આ રોગને નિયંત્રણમાં લાવવા તમામ સહયોગ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.