- પ્રસંગમાં 200 મહેમાનોને આમંત્રણની મંજૂરી હતી
- પ્રસંગમાં 2000થી વધુ લોકો થયા એકઠા
- મહેમાનો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર દેખાઈ રહ્યા હતા
- પોલીસે રિસેપ્શન પાર્ટી કરનાર સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી
આ પણ વાંચોઃ હોમ ક્વોરેન્ટાઇનનો ભંગ કરનાર કોરોનાના ત્રણ દર્દીઓ સામે પોલીસ ફરિયાદ
મહીસાગરઃ જિલ્લાના લુણાવાડા નગરમાં ઇન્દુભાઈના ઘરે લગ્ન પ્રસંગ બાદ બેતાળીસ પાટીદાર સમાજ ઘર પાર્ટી પ્લોટ ખાતે રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. જોકે, લુણાવાડા નગરમાં SP ઓફીસથી માત્ર 200 મીટર દૂર લગ્નની રિસેપ્શન પાર્ટી પ્રસંગમાં ડાયરો કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગમાં કલાકાર કમલેશ બારોટનો ગીત-સંગીત સાથે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં તંત્ર દ્વારા માત્ર 200 મહેમાનોને આમંત્રણની મંજૂરી આપી હતી. ઇન્દુભાઈએ કાર્યક્રમમાં 200થી વધારે લોકોને આમંત્રિત કર્યા હતાં. જે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર દેખાઈ રહ્યા હતાં.
આ પણ વાંચોઃ જૂનાગઢ: સાંસદની હાજરીમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ
વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો
જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વાઇરલ વીડિયો પોલીસના ધ્યાને આવતા પોલીસે ઇન્દુભાઈ સામે કોરોના મહામારી ફેલાવવી અને સરકારના નોટિફિકેશનનો અનાદર કરવાના ગુનામાં ઇન્દુભાઈની ધરપકડ કરી તેમની સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.