જિલ્લા કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઇ હતી. જેમાં વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, ખેતીકામ, મજૂરી અને આર્થિક ઉત્પાર્જન સહિતની વિવિધ સમસ્યાઓનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન સામાન્ય નાગરિક નોકરી કરવા જતો હોવાથી સૌની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ ગ્રામસભા રાત્રે યોજવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.
આમ, ગ્રાજનોની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે આ રાત્રિ સભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનો સહિત વિવિધ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.