ETV Bharat / state

મહીસાગરમાં કોરોનાના નવા 90 પોઝિટિવ કેસ, 29 ડિસ્ચાર્જ

સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર કોરાનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ કોરાનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરેક તાલુકા મથકે કોરોનાનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ગુરુવારે મહીસાગર જિલ્લામાં 90 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જિલ્લાના મુખ્યમથક લુણાવાડા તાલુકામાં 24, બાલાસિનોરમાં 21, સંતરામપુરમાં 18, કડાણા તાલુકામાં 13, ખાનપુર તાલુકામાં 09, અને વિરપુરમાં 05 કેસ નોંધાયા છે. આમ નવા નોંધાયેલા કેસની સંખ્યા સાથે કુલ આંકડો 3,430 થયો છે.

મહીસાગરમાં કોરોનાના નવા 90 પોઝિટિવ કેસ, 29 ડિસ્ચાર્જ
મહીસાગરમાં કોરોનાના નવા 90 પોઝિટિવ કેસ, 29 ડિસ્ચાર્જ
author img

By

Published : Apr 22, 2021, 11:02 PM IST

  • મહીસાગર જિલ્લામાં પણ કોરાનાના કેસમાં ચિંતાજનક વધારો
  • જિલ્લામાં કુલ સક્રિય કેસની સંખ્યા 598 પર પહોંચી છે
  • કોરોનાના સંક્રમણને લઈ બાલાસિનોર નગરપાલિકા ખાતે મિટિંગ યોજાઇ હતી

મહીસાગરઃ કોરોના સંક્રમણને ધ્યાને રાખી જિલ્લામાં 578 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યુ છે. ગુરુવારે 29 દર્દીઓ સ્વસ્થ થતાં અત્યાર સુધી જિલ્લામાં કુલ 2,781 વ્યક્તિઓ ડિસ્ચાર્જ થયા છે. હાલમાં પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 479 દર્દીઓની હાલત સ્થિર અને 112 દર્દીઓ ઓક્સિજન પર અને 07 વેન્ટિલેટર પર છે. જિલ્લામાં કુલ સક્રિય કેસની સંખ્યા 598 પર પહોંચી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 51 વ્યક્તિઓના મોત થયા છે.

મહીસાગરમાં કોરોનાના નવા 90 પોઝિટિવ કેસ, 29 ડિસ્ચાર્જ
મહીસાગરમાં કોરોનાના નવા 90 પોઝિટિવ કેસ, 29 ડિસ્ચાર્જ

આ પણ વાંચો- પાટણમાં કોરોના બેકાબૂ, નવા 100 કેસ નોંધાયા

શહેરોમાં બજાર સ્વૈચ્છિક બંધ રાખવાનો વેપારીઓનો નિર્ણય

કોરાનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ કોરાનાના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ગુરુવારે કોરોનાના 90 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે જિલ્લાના મુખ્યમથક લુણાવાડામાં કોરાનાના કેસ સામે આવ્યા છે. લુણાવાડા, બાલાસિનોર, કડાણા અને વિરપુરમાં કોરાનાનું સંક્રમણ ઘટાડવા શહેરના બજાર સ્વૈચ્છિક બંધ રાખવાનો વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના કારણે તમામ શહેરોમાં વેપારીઓ તેમજ હાથ લારીનો વેપાર કરતા ફેરિયાઓએ સંપૂર્ણ સમર્થન આપતા બજારો સંપૂર્ણ બંધ જોવા મળ્યા છે.

બાલાસિનોરમાં વેપારી એસોસિએશન દ્વારા લોકડાઉન રાખવા નિર્ણય

બાલાસિનોર નગર અને તાલુકા વિસ્તારમાં વધતા કોરોનાના સંક્રમણને લઈને ગુરુવારે બાલાસિનોર નગરપાલિકા ખાતે મિટિંગ યોજાઇ હતી. જેમાં શહેરના જુદા-જુદા વેપારી એસોસિએશનના પ્રમુખ તથા પ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર વચ્ચે ચર્ચા થતા વેપારીઓએ નગરમાં સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય લીધો છે. જેમાં સમગ્ર બાલાસિનોર શહેરના મેડિકલ સ્ટોર, દવાખાના, દૂધ વિક્રેતાઓ સિવાય 23 એપ્રિલથી સાંજે 4કલાકથી 27 એપ્રિલે સવારના 6કલાક સુધી સંપૂર્ણ લોકડાઉન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકડાઉનનો અમલ થતાં જ સાંજના સમયથી બાલાસિનોર નગરના બજાર સૂમસામ જોવા મળ્યા છે.

આ પણ વાંચો- વલસાડ જિલ્લામાં કોરોનાનો આંકડો 1,700ને પાર, 11 એપ્રિલે 30 પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ

વિરપુર વેપારીઓ દ્વારા બજાર સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય

વિરપુર શહેર અને તાલુકાના વિસ્તારોમાં કોરાનાનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો નોંધાયો છે. કોરોનાના સક્રમણમાં ઘટાડો થાય તે માટે ગુરુવારે વિરપુર શહેરના બજાર સ્વૈચ્છિક બંધ રાખવાનો વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. વિરપુરમાં કોરાનાનું સંક્રમણ ઘટાડવા 23થી 27 એપ્રિલ ગુરુવારે સાંજના 4કલાકથી સોમવારે સવારના 9કલાક સુધી 5 દિવસ શહેરના બજાર સ્વૈચ્છિક બંધ રાખવાનો વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેને વિરપુરના તમામ નાના-મોટા વેપારીઓ તેમજ હાથ લારીનો વેપાર કરતા ફેરિયાઓએ સંપૂર્ણ સમર્થન આપતા વિરપુરના બજાર સંપૂર્ણ બંધ જોવા મળ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.