ETV Bharat / state

મહીસાગરમાં કોરોનાના વધું 70 કેસ નોંધાયા, 41 દર્દીઓને અપાઈ રજા - કોરોના કેસની સંખ્યામાં સતત વધારો

મહીસાગર જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે, જિલ્લામાં કોરોનાના વધું નવા 70 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે, લુણાવાડા તાલુકાના સાધકપુર ગામે 7 દિવસમાં કોરોના મહામારીના કારણે 3 લોકો મૃત્યુ પામ્યા છે.

મહીસાગરમાં કોરોનાના વધું 70 કેસ નોંધાયા, 41 દર્દીઓને અપાઈ રજા

author img

By

Published : Apr 18, 2021, 1:22 PM IST

  • જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યુ છે
  • જિલ્લામાં નવા નોંધાયેલા 70 પોઝિટિવ કેસ મળીને કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3,102 થઈ
  • લુણાવાડા તાલુકાના સાધકપુર ગામે 7 દિવસમાં કોરોના મહામારીના કારણે 3ના મોત

મહીસાગર: જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યુ છે. શનિવારે, જિલ્લામાં કોરોનાના વધું નવા 70 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં, બાલાસિનોર 12, ખાનપુરમાં 9 કડાણામાં 9, લુણાવાડા 14, વિરપુરમાં 10 અને સંતરામપુરમાં 16 નવા કેસ નોંધાયા છે. આમ, નવા નોંધાયેલા 70 પોઝિટિવ કેસ મળીને કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3,102 થઈ છે. જિલ્લામાં છેલ્લા 17 દિવસમાં 679 જેટલાં કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.61 લાખ લોકો કોરોનાથી સંક્રમિત, 1,501 મોત

જિલ્લામાં છેલ્લા 17 દિવસમાં 679 જેટલાં કેસ નોંધાયા

તારીખકેસની સંખ્યા
1/4/2138
2/4/2124
3/4/2139
4/4/2143
5/4/2141
6/4/2142
7/4/2148
8/4/2139
9/4/2126
10/4/2143
11/4/2126
12/4/2143
13/4/2139
14/4/2149
15/4/2147
16/4/2143
17/4/2141
કુલ કેસની સંખ્યા679
કુલસંખ્યા
પોઝિટિવ કેસ3,102
સક્રિય કેસ 455
ડીસ્ચાર્જ 2,597
મોત 50
હોમ કોરોન્ટાઈન 485
નેગેટીવ રીપોર્ટ 1,71,932

જિલ્લામાં 455 દર્દીઓ સારવાર હેઠળ

આ ઉપરાંત, કોરોનાને ધ્યાનમાં રાખી જિલ્લામાં 485 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા અધિકારીએ જણાવ્યું છે. હાલમાં, કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 375 દર્દીઓની હાલત સ્થિર, 73 દર્દીઓ ઓક્સિજન પર અને 7 વેન્ટીલેટર પર છે. આમ, જિલ્લામાં કુલ 455 દર્દીઓ સારવાર હેઠળ છે.

લુણાવાડાના સાધકપુરમાં 3 અને વીરપુર તાલુકામાં 1 મોત

જિલ્લાના લુણાવાડા તાલુકામાં કોરોનાના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. લુણાવાડા તાલુકાના સાધકપુર ગામે 7 દિવસમાં કોરોના મહામારીના કારણે 3 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે, વિરપુર તાલુકામાં ગઈકાલે કોરોનાના કારણે 1નું મૃત્યુ થયું છે. અત્યાર સુધી, જિલ્લામાં કુલ મૃત્યુ આંક 50 નોંધાયો છે.

આ પણ વાંચો: નવસારીમાં કોરોનાના નવા 88 પોઝિટીવ કેસો નોંધાયા

જિલ્લાના વિરપુર તાલુકામાં 565 લોકો કોરોનાથી સંક્રમિત

વિરપુર તાલુકામાં અત્યાર સુધીમાં 565 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. ત્યારે, હાલમાં 240 દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન હેઠળ છે. વિરપુર તાલુકાની મોટાભાગની સરકારી કચેરીઓ અને બેંકના કર્મચારીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ ફરજ દરમિયાન કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં, 4 દર્દીઓ વડોદરા ગોત્રી હોસ્પિટલ અને બાલાસીનોર કે.એમ.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા છે. વિરપુર નગરની યોગેશ્વર સોસાયટી, તિલક ચોક તેમજ વિરપુર તાલુકાના ગંધારી, ખેરોલી, ડેભારી અને કોયડમ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ કહેર મચાવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.