ETV Bharat / state

મહીસાગરમાં નારી સંમેલન અને જાગૃતિ શિબિર કાર્યક્રમ યોજાયો - ગુજરાત રાજય મહિલા આયોગ

મહીસાગર : મહિલાઓ માટેની વિવિધ યોજનાઓ અને કાયદાકીય સમજ આપવા અંગે લુણાવાડા રાજપુત સમાજઘર ખાતે ગુજરાત રાજય મહિલા આયોગ અને મહીસાગર જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે બંધારણ દિવસની ઉજવણી અને મહાત્મા ગાંધીજીની 150 જન્મ જયંતી નિમિત્તે આયોજીત નારી સંમેલન અને કાયદાકીય જાગૃતિ શિબિરને સંબોધતાં મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલિયાએ મહિલાલક્ષી નિર્ણયો લેવાનું કામ સરકાર સાથે રહીને કડીરૂપ બનાવાનું કામ મહિલા આયોગ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

mahisagar
મહીસાગર
author img

By

Published : Jan 11, 2020, 8:47 PM IST

ગુજરાત રાજય મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલિયાએ સમાજનું વાસ્તવિક ચિત્રનું નિરૂપણ કરી મહિલાઓને સચેત રહેવાની સાથે જાગૃત થઈ પોતાના બાળકો શું કરે છે. તેની પણ કાળજી અને દેખરેખ રાખવાનું જણાવી મહિલાઓના હિતો અને સુરક્ષા માટે સરકાર અને મહિલા આયોગ કટિબધ્ધ હોવાનું કહ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,રાજ્યની 270 નારી અદાલતો દ્વારા મહિલાઓના હિતો અને સુરક્ષા માટે કરવામાં આવી રહેલ કામગીરીની વિગતો આપતાં કહ્યું હતું કે, આ નારી અદાલતો દ્વારા મહિલાઓના વિવિધ 58 હજારથી વધુ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.

mahisagar
મહીસાગરમાં નારી સંમેલન અને જાગૃતિ શિબિર કાર્યક્રમ યોજાયો

આ સંમેલનમાં મહિલાઓને સશકત બનાવવા માટે ભ્રૂણ હત્યા અટકાવવા માટે કાયદો અમલમાં લાવીને મહિલાઓને સુરક્ષા પ્રદાન કરવાનું કામ સરકાર કરી રહી હોવાનું જણાવી તાજેતરમાં ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલિયાનો એનબીએના સર્વેમાં ભારતની 100 સશકત મહિલાઓમાં સમાવેશ થયો હોવાની જાણકારી આપી અભિનંદન પાઠવ્યા હતા. મોબાઇલ-ઇન્ટરનેટના યુગમાં દીકરીઓને સ્વબચાવ માટે જાગૃત કરવાનું સૂચન કરી નારી અબળા નહીં પણ સબળા તેમજ હોંશિયાર અને કાબિલ બને તે માટે મહિલાઓને તેમની ભૂમિકા અદા કરવા જણાવ્યું હતું.

mahisagar
મહીસાગરમાં નારી સંમેલન અને જાગૃતિ શિબિર કાર્યક્રમ યોજાયો

આ સંમેલનમાં જિલ્લામાં રમત ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દીકરીઓ રાજ્યકક્ષાએ ખેલ મહાકુંભમાં ટેકવેન્ડો સ્પર્ધામાં ત્રીજો નંબર મેળવનાર જયશ્રીબેન બારોટ અને હુપ કુંડો સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ શાળાકીય સ્પર્ધામાં પ્રથમ તનુશ્રી સોનીને તેમજ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દીકરીઓ હંસાબેન વાઘેલા, જાહ્નવીબેન પટેલ, ધ્વનિ પટેલને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વ્હાલી દીકરી યોજના અંતર્ગત હાર્વી હરેશ પટેલ પરિવારને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

mahisagar
મહીસાગરમાં નારી સંમેલન અને જાગૃતિ શિબિર કાર્યક્રમ યોજાયો

આ સંમેલનમાં અધિક કલેકટર અને ગુજરાત રાજય મહિલા આયોગના સભ્ય સચિવ વીણાબેન પટેલે મહિલા આયોગની કામગીરી વિશે માહિતી આપી હતી. તેમજ બ્રાઇટ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કર્યા હતા. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શીલ્પાબેન ડામોરે સ્વાગત પ્રવચન અને જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી મનહરભાઇ રોઝે આભાર દર્શન કર્યું હતું.

આ સંમેલનમાં કલેક્ટર આર.બી.બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટ, અગ્રણી જે.પી.પટેલ, મહિલા અને બાળવિકાસ ચેરમેન ગંગાબેન પગી, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, ડી.આર.ડી.એ નિયામક જે.કે.જાદવ, નાયબ કલેક્ટર નેહા ગુપ્તા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભાભોર, જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Intro: વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીના પરિવારને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયુ
લુણાવાડા
મહિલાઓ માટેની વિવિધ યોજનાઓ અને કાયદાકીય સમજ આપવા અંગે લુણાવાડા રાજપુત સમાજઘર ખાતે
ગુજરાત રાજય મહિલા આયોગ અને મહીસાગર જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે બંધારણ દિવસની ઉજવણી અને
મહાત્મા ગાંધીજીની 150 જન્મ જયંતી નિમીત્તે આયોજીત નારી સંમેલન અને કાયદાકીય જાગૃતિ શિબિરને સંબોધતાં મહિલા
આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયાએ મહિલાલક્ષી નિર્ણયો લેવાનું કામ સરકાર સાથે રહીને કડીરૂપ બનાવાનું
કામ મહિલા આયોગ કરી રહી હોવાનું જણાવ્યું હતું.
Body: ગુજરાત રાજય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયાએ સમાજનું વાસ્તવિક ચિત્રનું નિરૂપણ કરી
મહિલાઓને સચેત રહેવાની સાથે જાગૃત થઈ પોતાના બાળકો શું કરે છે તેની પણ કાળજી અને દેખરેખ રાખવાનું જણાવી
મહિલાઓના હિતો અને સુરક્ષા માટે સરકાર અને મહિલા આયોગ કટિબધ્ધ હોવાનું કહ્યું હતું. લીલાબેન અંકોલિયાએ રાજ્યની
270 નારી અદાલતો દ્વારા મહિલાઓના હિતો અને સુરક્ષા માટે કરવામાં આવી રહેલ કામગીરીની વિગતો આપતાં કહ્યું હતું કે,
આ નારી અદાલતો દ્વારા મહિલાઓના વિવિધ 58 હજારથી વધુ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.
આ સંમેલનમાં મહિલાઓને સશકત બનાવવા માટે ભ્રૂણ હત્યા અટકાવવા માટે કાયદો અમલમાં લાવીને મહિલાઓને
સુરક્ષા પ્રદાન કરવાનું કામ સરકાર કરી રહી હોવાનું જણાવી તાજેતરમાં ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી
લીલાબેન અંકોલિયાનો એનબીએના સર્વેમાં ભારતની 100 સશકત મહિલાઓમાં સમાવેશ થયો હોવાની જાણકારી આપી
અભિનંદન પાઠવ્યા હતા. મોબાઇલ-ઇન્ટરનેટના યુગમાં દીકરીઓને સ્વબચાવ માટે જાગૃત કરવાનું સૂચન કરી નારી અબળા
નહીં પણ સબળા તેમજ હોંશિયાર અને કાબિલ બને તે માટે મહિલાઓને તેમની ભૂમિકા અદા કરવા જણાવ્યું હતું.
આ સંમેલનમાં જિલ્લામાં રમત ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દીકરીઓ રાજ્યકક્ષાએ ખેલ મહાકુંભમાં ટેકવેન્ડો સ્પર્ધામાં
ત્રીજો નંબર મેળવનાર જયશ્રીબેન બારોટ અને હુપ કુંડો સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ શાળાકીય સ્પર્ધામાં પ્રથમ તનુશ્રી સોનીને
તેમજ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દીકરીઓ હંસાબેન વાઘેલા, જાહ્નવીબેન પટેલ, ધ્વનિ પટેલને ટ્રોફી આપી સન્માનિત
કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વ્હાલી દીકરી યોજના અંતર્ગત હાર્વી હરેશ પટેલ પરિવારને મહાનુભાવોના હસ્તે
પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
         Conclusion:આ સંમેલનમાં અધિક કલેકટર અને ગુજરાત રાજય મહિલા આયોગના સભ્ય સચિવ શ્રીમતી વીણાબેન પટેલે
મહીલા આયોગની કામગીરી વિશે માહિતી આપી હતી.બ્રાઇટ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કર્યા
હતા. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શીલ્પાબેન ડામોરે સ્વાગત પ્રવચન અને જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી મનહરભાઇ રોઝે
આભાર દર્શન કર્યું હતું.
         આ સંમેલનમાં કલેક્ટર આર.બી.બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટ, અગ્રણીશ્રી જે.પી.પટેલ,
મહીલા અને બાળવિકાસ ચેરમેન ગંગાબેન પગી, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, ડી.આર.ડી.એ નિયામક
જે.કે.જાદવ, નાયબ કલેક્ટર નેહા ગુપ્તા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભાભોર, જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન
પટેલ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.