ETV Bharat / state

મહીસાગરના કડાણામાંથી ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટીસ કરતો ઝડપાયો બોગસ ડૉક્ટર - panchmahal

પંચમહાલ-ગોધરા રેન્જ આઇ.જી.પી. તથા મહીસાગર પોલીસ અધિક્ષક રાકેશ બારોટે મહિસાગર જિલ્લામાં મેડીકલ ડિગ્રી વગર પ્રેક્ટીસ કરતા શખ્સ વિરુધ્ધ કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી. જે અનુસંધાને SOG PI, PSI તથા સ્ટાફના પોલીસ કર્મચારીની ટીમ દ્વારા કડાણાના કાજળી ગામે એક શખ્સ ડિગ્રી કે મેડીકલ કાઉન્સીલના સર્ટી વગર મેડીકલ પ્રેક્ટીસ કરતા બોગસ ડૉકટરોને ઝડપી પાડવામાં આવ્યો છે.

મહીસાગરના કડાણામાંથી ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટીસ કરતો ઝડપાયો બોગસ ડૉક્ટર

author img

By

Published : Jun 10, 2021, 9:41 AM IST

  • પોલીસને બાતમી મળતા ઘરની અંદર ચલાવી રહેલા દવાખાનામાં રેડ પાડી
  • મેડીકલ પ્રેક્ટીસ કરવા માટેનુ કોઇ ડિગ્રી કે સર્ટી ન હોવા છતાં દવાખાનું ચલાવતો હતો
  • પોલીસે દવાઓ સાથે મુદ્દામાલ કબ્જે કરી ઇસમ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરાઈ

મહિસાગરઃ જિલ્લામાં મેડીકલ ડિગ્રી વગર પ્રેક્ટીસ કરતા શખ્સ વિરુધ્ધ કાર્યવાહી કરવા માટે SOG PI, PSI તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓએ દર્દીઓના જીવ જોખમમાં મુકી મેડીકલ પ્રેક્ટીસ કરતા બોગસ ડૉકટરોને ઝડપી પાડવા સઘન ચેકીંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

મહીસાગરના કડાણામાંથી ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટીસ કરતો ઝડપાયો બોગસ ડૉક્ટર
મહીસાગરના કડાણામાંથી ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટીસ કરતો ઝડપાયો બોગસ ડૉક્ટર

આ પણ વાંચોઃ નવસારીના અલીફ નગરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો

કાજળી ગામે ઘરની અંદર એક શખ્સ દવાખાનું ચલાવતો હતો

SOG ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, કડાણા તાલુકાના કાજળી ગામે ઘરની અંદર એક શખ્સ દવાખાનું ચલાવી રહ્યો છે. જે માહીતીના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા એક ઘરની અંદર અંબાલાલ વાલજીભાઇ મકવાણા નામનો શખ્સ સ્ટેથોસ્કોપ લગાવી પ્રેક્ટિસ માટે બેઠો હતો.

મેડીકલ પ્રેક્ટીસ કરવા માટેનુ કોઇ ડિગ્રી કે મેડીકલ કાઉન્સીલનુ સર્ટી ન હતું

પોલીસે બોગસ ડોક્ટર પાસે તેની ડિગ્રી તથા મેડીકલ કાઉન્સીલમાં નોધણી કરાવેલું હોય તેવુ સર્ટી માંગતા તેણે પોતાની પાસેનુ DAHSનું સર્ટી બતાવ્યું હતું. પરંતું, તેણે મેડીકલ પ્રેક્ટીસ કરવા માટેનુ કોઇ ડિગ્રી કે મેડીકલ કાઉન્સીલનુ સર્ટી ન હોવાનુ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ અંજાર તાલુકાના વરસામેડીમાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો

પોલીસે દવાઓ સાથે કુલ રૂપિયા 35,085 જેટલાનો મુદ્દામાલ કબ્જે કર્યો

આ ઉપરાંત તેની પાસેથી અલગ-અલગ દવાઓ મળી હતી. પોલીસે દવાઓ સાથે કુલ રૂપિયા 35,085 જેટલાનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા શખ્સ અંબાલાલ મકવાણા વિરુધ્ધમાં કડાણા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 419, તથા ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટીસ એક્ટ 1963ની કલમ 30 મુજબનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.