મહીસાગરઃ જિલ્લામાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે, ત્યારે શુક્રવારના રોજ જિલ્લામાં વધુ 9 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ નોંધાયેલા નવા કેસમાં લુણાવાડા ગ્રામ્ય વિસ્તારમાં 8 અને વિરપુરમાં ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ કોરોના પોઝિટિવ નોંધાયો છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 658 પર પહોંચ્યો છે.
જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડૉ. એસ.બી. શાહના જણાવ્યા અનુસાર, જિલ્લામાં અત્યાર સુધીમાં 20,683 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 410 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે 36 લોકોના મૃત્યું નોંધાયા છે. આજે 6 દર્દીઓએ કોરોનાને માત આપતા અત્યાર સુધીમાં 552 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. હાલ 70 દર્દીઓ સારવાર હેઠળ છે.
જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 23 દર્દીઓ કે.એસ.પી. હોસ્પિટલ બાલાસિનોર, 6 દર્દી ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ લુણાવાડા, 20 દર્દી હોમ આઈસોલેશન, 3 દર્દી શીતલ નર્સીંગ હોમ- લુણાવાડા, 4 દર્દી SDH સંતરામપુરમાં સારવાર લઈ રહ્યાં છે, તો અન્ય 14 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યાં છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 67 દર્દીઓ સ્ટેબલ અને 2 દર્દીઓ ઓક્સિજન પર અને 1 દર્દી વેન્ટીલેટર પર છે.