- વેપારી એસોસિએશનના પ્રમુખો તેમજ સભ્યોએ તંત્ર સાથે મીટિંગ યોજાઇ
- કોરોના સંક્રમણ ઘટાડવા 5 દિવસનું સંપૂર્ણ લોકડાઉન રાખવા નિર્ણય લેવાયો
- મેડિકલ સ્ટોર, દવાખાના અને દૂધની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ રાખવા નિર્ણય
મહિસાગર : જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેના પગલે જિલ્લાના નગરોમાં આવેલા ગીચ બજારો અને રહેણાંક વિસ્તારોને તંત્ર દ્વારા કન્ટેમેન્ટ ઝોન જાહેર કરી દેવાયા છે. બાલાસિનોર નગરમાં પણ વેપારી એસોસિએશનના પ્રમુખો તેમજ સભ્યોએ તંત્ર સાથે મીટિંગ યોજી કોરોના સંક્રમણ ઘટાડવા 5 દિવસનું સંપૂર્ણ લોકડાઉન રાખવા નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : મોરબી કલોક એન્ડ ગિફ્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા સ્વૈછિક લોકડાઉન
5 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન કરી બંધ રાખવા સ્વૈછિક નિર્ણય લેવાયો
જિલ્લાના બાલાસિનોર તાલુકામાં વકરતા કોરોના સંક્રમણને જોતા નગરપાલિકા ચીફ ઓફિસર પ્રાંત અધિકારી અને નગરના વેપારી એસોસિએશનના પ્રમુખો તેમજ સભ્યોની એક થઈ મીટિંગ યોજી હતી. જેમાં કોરોના સંક્રમણને રોકવા નગરના બજારો તારીખ 23/4/21થી 27/4/21 એમ 5 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન કરી બંધ રાખવા સ્વૈછિક નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન સમગ્ર બાલાસિનોર શહેરમાં મેડિકલ સ્ટોર, દવાખાના અને દૂધની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ રાખવા નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : જિલ્લાના વાળુકડ ગામે કોરોના સંક્રમણ રોકવા સ્વૈછિક લોકડાઉન નિર્ણય
નગરના મુખ્ય રસ્તાઓ અને બજારો સૂમસામ જોવા મળ્યા
બાલાસિનોરમાં આજ સવારથી જ પાંચ દિવસ સૂધી બજારો સંપૂર્ણ દિવસ દરમિયાન બંધ રાખવા વેપારીઓએ દ્વારા પાલન કરવામાં આવ્યું છે. જેથી વેપારીઓએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ રાખતા નગરના મૂખ્ય રસ્તાઓ અને બજારો સૂમસામ જોવા મળ્યા છે.