મહિસાગર: હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહી મુજબ મહિસાગર જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મહિસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમ કે જે ગુજરાતમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. આ ડેમ મહિસાગર જિલ્લા સહિત ગુજરાતના નવ જિલ્લાની જીવાદોરી સમાન ડેમ છે. ડેમના ઉપવાસમાં પાણીની આવક થવાને કારણે ડેમના 10 ગેટ ખોલવામાં આવ્યા છે અને મહી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.
પાણીની આવક ઘટી: મહીસાગરના કડાણા ડેમમાં હાલમાં પાણીની આવક ઘટી છે. કડાણા ડેમમાં હાલ 3 લાખ 75 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં 3 લાખ 66 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમના 14 ગેટ ખોલવામાં આવ્યા. પાણીની આવક ઘટતા રાહતના સમાચાર છે. જો કે ઉપરવાસમાં વરસાદ વરસે તો આવક વધી શકે છે.
106 જેટલા ગામોમાં એલર્ટ: કડાણા ડેમના 10 ગેટ 24 ફૂટથી 10 ફૂટ, 15 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે, જેના કારણે મહી નદી ગાંડીતુર બની છે. ડેમના ઉપરવાસમાંથી 6,28,000 ક્યુસેક જેટલા પાણીની આવક થઈ રહી છે, જેના કારણે કડાણા ડેમના ગેટ ખોલવાની ફરજ પડી છે. કડાણા ડેમના ગેટ ખોલી 3 લાખ 6 હજાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં આવતા 106 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ડેમનું જળસ્તર 415 ફૂટ પર પહોચ્યું: ડેમના ઉપરવાસમાંથી 7 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે અને હાલનું ડેમનું જળસ્તર 415 ફૂટ પર પહોચ્યું છે અને ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા હજી વધુ પાણી મહી નદીમાં છોડવામાં આવી શકે છે. તંત્ર દ્વારા દરેક ગામના લોકોને નદીકિનારે ન જવા સૂચના આપવામાં આવી છે. લુણાવાડામાં પણ 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ડેમ ભરાવાને કારણે આ ડેમ પર નિર્ભર નવ જિલ્લા માટે ખુશીના સમાચાર છે.