બર્ફિલા પ્રદેશથી ઉડીને કચ્છ આવતા આ પક્ષીઓને ચોકકસ સમયગાળા સુધી ખોરાક , પ્રજનન સુવિધા અને અનુકુળ વાતવારણ મળે છે. ત્યારે કચ્છના પ્રખ્યાત રણોત્સવમાં 2013માં ત્રીજી વલ્ડ બર્ડ કોન્ફરન્સમાં આવેલા પક્ષી નીરીક્ષકો વાહ બોલ્યા સિવાય રહી શકયા નહોતા.
![વિશ્વ પક્ષી સ્થળાંતર દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4728393_bird.jpg)
કચ્છમાં ફેલમિંગો સીટી એટલી સુરક્ષિત અને અનોખી જગ્યા છે કે એક સાથે લાખો પરીવાર પોતાનું જીવન જીવે છે. સામે કચ્છીમાડુઓ પણ આ પક્ષીઓને પરીવારની જેમ આવકારે છે અને તેથી જ સુરખાબને કચ્છના રાજવી પરીવારમના મહેમાન ગણાય છે. સુરખાબની એક ઓળખ એવી પણ છે કે 'રા લાખે જા જાની' એટલે કે રાજવી લખપતસિંહજીના દોસ્ત તરીકે પણ ઓળખાય છે.
કચ્છમાં 10થી વધુ સંસ્થાઓ પક્ષીઓ માટે કાર્યરત છે. પેલીકન નેચર કલબ, કચ્છ જે કારાયલ જો કેકારવ, કચ્છના મોરનો ટહુકો, કચ્છ પર્યાવરણ સંઘ, કચ્છ કામણગારો અને કરોબેટ ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ પક્ષીઓ માટે કામ કરી રહી છે. પક્ષીવિદ્દો કચ્છ સુધી આવે છે અને પછી તેમને જે જોઈએ છે તે તેમને મળી જાય છે. કારણ કે પક્ષીઓ માટે જેમ નળ સરોવર અલૌકિક છે તેમ કચ્છ પણ અતુલ્ય છે.
![વિશ્વ પક્ષી સ્થળાંતર દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4728393_birfd.jpg)