કચ્છસ : ભૂજના બળદિયા ગામના વિદેશથી આવેલા વૃદ્ધનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. કોરોના પોઝીટીવ મહિલા દર્દી સારવાર હેઠળ છે. જયારે શંકાસ્પદ તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. દરમિયાન કોરોના કહેર વચ્ચે કચ્છ આરોગ્ય સતત કામગીરીમાં પોરવાયુ છે. આજે રાજકોટથી આવેલા નિષ્ણાંતોની ટીમે કોરોના ઈન્ફેકશન કન્ટ્રોલની તાલીમ આપી હતી. કચ્છમાં આરોગ્ય કામગીરી સાથ જોડાયેલા 40 અધિકારી કર્મચારીઓને શંકાસ્પદ અને કોરોના કેસ સમયે સાવધાની સહિતની બાબતોથી વાકેફ કર્યા હતા. આ ઉપરાંત શનિવાર સાંજે પાંચ કલાક સુધીની તમામ વિગતો અત્રે અપાઈ છે.
કોરોના અપડેટઃ કચ્છમાં શનિવાર સુધી તંત્રએ કરેલી વિવિધ કામગીરીનો ચિતાર જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે, કચ્છના સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના તમામ અધિકારી કર્મચારીઓને આ વર્કશોપમાં આવરી લેવાયા હતા. જે શંકાસ્પદ સેમ્પલ મોકલ્યો હતો તે રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. વિદેશથી આવેલા બળદિયાના વૃદ્ધને કવોરન્ટાઇન દરમિયાન કોરોના લક્ષણ જણાતા તેમને સારવાર શરૂ કરવા સાથે રિપોર્ટ કરાવાયો હતો જે નિગેટીવ આવ્યો છે.
કોરોના અપડેટઃ કચ્છમાં શનિવાર સુધી તંત્રએ કરેલી વિવિધ કામગીરીનો ચિતાર જિલ્લા તંત્ર દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને અન્યત્ર સ્થળોએ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યુ છે. શુક્રવાર સાંજે ચાર વાગ્યાથી શનિવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 2160 વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 29265 લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે. જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર કચ્છ અને આપત્તિવ્યવસ્થાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાઈરસના પગલે કુલ 2144 લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે. બહારથી આવેલ શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા 14 દિવસના કવોરોન્ટાઇન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન 505 જેટલા વ્યકિતઓને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ 2144 માંથી 2088 વ્યકિતોઓને ઘરમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 1834 ઈન્સ્ટીટયુશનલ કવોરોન્ટાઇન વ્યવસ્થા છે. જેમાં 56 વ્યકિતઓને કવોરોન્ટાઇન કરાયેલ અને 20 વ્યકિતઓને કવોરોન્ટાઇનમાંથી મુકત કરવામાં આવ્યા છે. જિલ્લાભરમાં હોમ ટુ હોમ સર્વે હેઠળ કચ્છમાં કુલ 723 વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના દસ તાલુકામાં સોમવારથી શરૂ કરાયેલ આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારા ઘરે ઘરે જઇને શરદી ખાંસી અને ઉધરસવાળી વ્યકિતઓની તપાસ પૈકીની કામગીરી હેઠળ કુલ 15,40,488 લોકોનો સર્વે કરાયો છે. જેમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રમાં કુલ 723 વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં 69.38 ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો છે.બીજી તરફ લોકડાઉનનો ભંગ બદલ ગઇકાલ સુધી કુલ 26 વ્યકિતઓ સામે એફ.આઇ.આર નોંધવામાં આવી છે અને રૂપિયા 92500 જેટલી રકમનો દંડ કરવામાં આવ્યો છે. જાહેરનામાના ભંગ બદલ 71 જેટલા વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ગઇકાલ સુધીમાં કુલ 295 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે.