ETV Bharat / state

ભુજના તેજસ્વીની ગ્રુપના મહિલા કાર્યકર્તા બાળકોના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ - BHUJ

ભુજમાં તેજસ્વીની ગ્રુપના મહિલા કાર્યકર્તા રસીલાબેન પંડ્યા ભુજ શહેરની આસપાસ ઝૂંપડપટ્ટીમાં વસતા 300થી વધુ બાળકોના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહે છે. 2014થી તેમણે શરૂ કરેલી પ્રવૃત્તિમાં અત્યારે 300 બાળકો તેમની સાથે જોડાયેલા છે.

ભૂજના તેજસ્વીની ગ્રુપના મહિલા કાર્યકર્તા બાળકોના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ

author img

By

Published : Mar 8, 2021, 4:51 PM IST

  • 300થી વધુ બાળકોના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ
  • રસીલા પંડ્યા દ્વારા કરાંતું બાળકોમાં સંસ્કારોનું સિંચન
  • માં-બાપનું સન્માન તથા શિક્ષણના મહત્વની સમજણ
    ભુજના તેજસ્વીની ગ્રુપના મહિલા કાર્યકર્તા બાળકોના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ

કચ્છ: ભુજમાં તેજસ્વીની ગ્રુપના મહિલા કાર્યકર્તા રસીલાબેન પંડ્યા ભુજ શહેરની આસપાસ ઝૂંપડપટ્ટીમાં વસતા 300થી વધુ બાળકોના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહે છે. કચ્છના વતની રસીલાબેન BCOM, LLB હ્યુમન રાઈટ્સનો અભ્યાસ કર્યા બાદ કાયદો જાણીને લોકોને તે દિશામાં મદદ કરવાની પ્રવૃત્તિ કરે છે. 2014થી શરૂ કરેલી આ પ્રવૃત્તિમાં અત્યારે 300 બાળકો તેમની સાથે જોડાયેલા છે. ભિક્ષાવૃતિ જેવી પ્રવૃત્તિ નાબૂદ થાય અને બાળકોને યોગ્ય પ્લેટફોર્મ મળે તેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: જામનગરની એક મહિલા માનસિક અસ્વસ્થ 150 બાળકોને વિનામૂલ્યે આપે છે શિક્ષણ

તંદુરસ્ત રહેવા માટે દરરોજ સવારે 6 વાગે યોગ

ભુજમાં RTO રિલોકેશન સાઇટમાં શ્રમજીવી પરિવારોની વસાહતમાં રહેતા ગરીબ-જરૂરિયાતમંદ, શ્રમિકોનાં બાળકોને રોજ સવારે છ વાગે કસરત કરાવવામાં આવે છે અને દોડાવામાં પણ આવે છે.

સફાઈનું મહત્વ, શિક્ષણ, સામાન્ય જ્ઞાનની શિખામણ

તેજસ્વીની ગ્રુપ દ્વારા બાળકોને દરરોજ વિવિધ રમતો રમાડવામાં આવે છે. બાળકોનું સામાન્ય જ્ઞાન વધારવામાં આવી રહ્યું છે તેમજ મહત્વની શિખામણ બાળપણની ઉંમરે જ આપવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા ક્યારેક નાસ્તો કરાવવામાં આવે છે. ક્યારેક ગરમ વસ્ત્રો અને નવા કપડા પણ આપવામાં આવે છે તેમજ સફાઈનું મહત્વ પણ સમજાવવામાં આવે છે.

ઝૂંપડપટ્ટીમાં વસતા બાળકોનું બાળપણ ખીલે એ જ ઉદ્દેશ

સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે કે, ઝૂંપડપટ્ટીમાં વસતા બાળકોનું બાળપણ ખીલે અને સંસ્કારિતાના પાઠ ભણે અને ઘર કુટુંબ તથા દેશને કામ આવે. ઝૂંપડપટ્ટીમાં વસતા બાળકોની માતાઓને પણ યોગ, સ્વચ્છતા અને ભજન ના કાર્યો પણ કરવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન આ સંસ્થા દ્વારા ઝૂંપડપટ્ટીમાં વસતા લોકોને જરૂરી વસ્તુઓ કીટ કપડા પણ આપવામાં આવ્યા હતા.

વિવિધ હરીફાઈઓ, ટ્રેકિંગ, તહેવારોની ઉજવણી જેવી પ્રવૃતિઓનું આયોજન

તેજસ્વીની ગ્રુપ દ્વારા હરિફાઇઓ, ટ્રેકિંગ, તહેવારોની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. બાળકોને કચ્છના ભૂજીયા ડુંગર, કુકમા આશાપુરા ટેકરી, ખારી નદી વગેરે જેવી જગ્યાઓ પર ટ્રેકિંગ પણ કરાવવામાં આવ્યું હતું. આ સંસ્થા પ્રસિદ્ધિ ઈચ્છતી નથી. દાન પણ કોઈની પાસેથી લેતી નથી જે ખર્ચ થાય એ પોતાની આવકમાંથી કે ચોક્કસ વર્ગમાંથી જ મેળવી લે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.