ETV Bharat / state

Water Crisis in Gujarat : કચ્છના આ ગામમાં પીવાના પાણીની પળોજણ કેવી વિકટ બની જૂઓ

કચ્છના સૂકા મલક બન્ની વિસ્તારના ભગાડીયામાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો (Bhagadia village of Kutch facing drinking water problem) લોકો કરી રહ્યા છે. ભરઉનાળે બન્ની વિસ્તારના લોકો પીવાના પાણી માટે (Water Crisis in Gujarat) તરસ્યા છે.

Water Crisis in Gujarat : કચ્છના આ ગામમાં પીવાના પાણીની પળોજણ કેવી વિકટ બની જૂઓ
Water Crisis in Gujarat : કચ્છના આ ગામમાં પીવાના પાણીની પળોજણ કેવી વિકટ બની જૂઓ
author img

By

Published : May 1, 2022, 5:34 AM IST

કચ્છ- કચ્છના છેવાડાના સૂકા મલક અને કેટલાક વિસ્તારોને બાદ કરતાં પાણીના સ્થાનિક સોર્સનો અભાવ છે તેવા બન્ની વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની પળોજણનો સામનો લોકો કરી રહ્યા છે. ભરઉનાળે બન્ની વિસ્તારના લોકો પીવાના પાણી માટે (Water Crisis in Gujarat) તરસ્યા છે. બન્ની વિસ્તારની મહિલાઓ બેડાઓ લઈને દૂરદૂર સુધી પાણી માટે ભટકવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. બન્ની વિસ્તારના અમુક ગામડાઓમાં (Bhagadia village of Kutch facing drinking water problem) ખાસ કરીને વાંઢમાં હાલત બહુ ખરાબ છે અને લોકો પીવાના પાણી માટે (Drinking Water Scarcity )વલખાં મારી રહ્યા છે. પાણી માટે લોકોને હિજરત કરવી પડે (Migration of pastoralists to Bunny)તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે.

ભરઉનાળે બન્ની વિસ્તારના લોકો પીવાના પાણી માટે વલખી રહ્યાં છે

કચ્છ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે -ઉનાળાની શરૂઆત સાથે જ સરહદી કચ્છ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા (Water Crisis in Gujarat)વિકટ બની રહી છે. જેમાં ભુજ તાલુકાનો બન્ની વિસ્તાર પશુપાલન વ્યવસાય માટે જાણીતો છે. તેમાં આસપાસના ગામમાં અત્યારથી જ પાણીની સમસ્યા (Water shortage in Bunny of Kutch) સર્જાઇ છે. ગામના લોકો પાણી માટે ભારે સંધર્ષ કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃ Special Report: અરવલ્લીના મેઘરજમાં પાણીની પળોજણ

ગામની મહિલાઓ ગામના સીમાડે બનાવેલા કુવામાંથી પાણી ભરીને તરસ છીપાવી રહ્યાં છે - દરવર્ષે ઉનાળામાં કચ્છ જિલ્લામાં પાણીનો પોકાર ઉઠે છે. હજુ ઉનાળાની શરૂઆત થઈ તેવામાં કચ્છના છેવાડાના વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં પશુધન માટે જાણીતા બન્ની પંથકમાં અત્યારથી પાણીની સમસ્યા વિકટ બની છે. ભગાડીયા ગામમાં 2500 લોકોની વસ્તી છે 6500 જેટલું પશુધન છે. ગામનો મુખ્ય (Bhagadia village of Kutch facing drinking water problem)વ્યવસાય પશુપાલન છે. તેથી ગામમાં અત્યારથી જ ઘાસ અને પાણીની સમસ્યા ઊભી થતાં માલધારીઓ ચિંતીત બન્યા છે. ગામની મહિલાઓ ગામના સીમાડે બનાવેલા નેસ અને કુવામાંથી પાણી ભરીને તરસ છીપાવી રહ્યાં છે. ધોમધમતા આકાર તાપમાં મહિલાઓ પાણી માટે રઝળપાટ કરી રહી છે.તો પાણી પણ ખૂબ દૂષિત મળી રહ્યું છે.

દિનપ્રતિદિન સ્થિતિ બદતર થતાં લોકો હિજરત કરી રહ્યા છે -જીવન જરૂરી પાણી પણ ન મળતું હોવાથી કેટલાક લોકોને હિજરત (Migration of pastoralists to Bunny)કરવાનો વારો પણ આવ્યો છે. સૌથી મોટી સુવિધા જીવન જરૂરી પાણીની હોવી જોઈએ પરંતુ અહીંના લોકોને પાણી નથી મળતું. ભૌગોલિક રીતે આ વિસ્તાર સૂકો મુલક છે ત્યારે ઉનાળામાં તો સ્થિતિ બદતર થઈ રહી છે.

કચ્છનો બન્ની વિસ્તારમાં મુખ્ય વ્યવસાય પશુપાલન છે -આ વિસ્તારમાં માનવ વસ્તી કરતાં પશુઓની સંખ્યા વધારે છે. ઉનાળામાં ઘાસ અને પાણીની સમસ્યાના કારણે માલધારીઓને હિજરત (Migration of pastoralists to Bunny)કરવાની નોબત આવે છે. ઉનાળાના પ્રારંભ સાથે જ આ વિસ્તારમાં ઘાસ અને પાણીની તંગી સર્જાય છે. જેને જોતા આગામી દિવસોમાં પાણીની સમસ્યા વિકટ બને તેવું અત્યારથી જ લાગી રહ્યું છે.

ઢોરઢાંખરની હાલત તો વધુ દયાનીય બની છે
ઢોરઢાંખરની હાલત તો વધુ દયનીય બની છે

આ પણ વાંચોઃ Water Scarcity in Morbi : સુનો સરકાર, આટલા બધા ગામમાં બેડાં યુદ્ધ જામ્યાંની ખબર છે?

લોકો પશુના અવાડામાથી દૂષિત પાણી પી રહ્યા છે -લોકોને પશુના અવાડામાથી દૂષિત પાણી પીવાનો સમય આવ્યો છે. બન્ની વિસ્તારના પશુ અને માનવિઓ પાણી માટે લાચાર છે. તેઓ સરકારની વિવિધ યોજનાઓની રાહ જોઈ રહ્યા છે. કલેકટરને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ પાણીની સમસ્યા (Water Crisis in Gujarat)દૂર થતી નથી તેમ સ્થાનિક રહેવાસી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

પાણીની ચોરી - લોકોને પાણી ન મળવા પાછળ બીજું કારણ એ છે કે અહીં પાણીની લાઇનો છે પરંતુ ભુજથી ભીરન્ડિયારા થઈ નાની દધ્ધર ગામે પાણી પહોંચે છે. પણ રસ્તામાં 10થી 12 સ્થળોએ પાણીની મુખ્ય લાઈનમાંથી વાલ્વ ખોલી, પાણી ચોરી (Water Theft) કરીને છેવાડા સુધી પાણી પહોંચવા દેવાતું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.