કચ્છઃ ભૂજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર, માંડવી નગરપાલિકા વિસ્તારમાં ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહનો ઉપર પ્રવાસ કરવા ઉપર આગામી તા.14 એપ્રીલ સુધી સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલો છે. જાહેરનામા અન્વયે આવશ્યક ચીજવસ્તુઓ લેવા જવા માટે સવારે 7થી 11 અને સાંજે 5થી 7 કલાકના સમયગાળા માટે મૂકિત આપવામાં આવી છે.
તેમાં પણ ટુ વ્હીલરમાં એક જ વ્યકિત અને ફોર વ્હીલરમાં ડ્રાઇવર સહિત ત્રણથી વધુ વ્યકિત પ્રવાસ કરી શકશે નહીં. સરકારી ફરજ હોય તેવી વ્યકિતઓ આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ/વિતરણ કરતી વ્યકિતઓ પાસ સાથે મુકિત મેળવેલા માલવાહક વાહનોને, મેડીકલ ઈમરજન્સીમાં બહાર નિકળવાની મુકિત અપાઈ છે. (મેડીકલને લગતાં તાજેતરના કેસપેપર્સ સાથે રાખવાના રહેશે.) જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક પગલાં ભરાશે.