કચ્છ : તંત્રએ જિલ્લામાં શાકભાજીના વિતરણ સમયે ભીડ એકત્રિત ન થાય અને લોકોને સરળતાથી બધી વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. પણ ભાવો ઉંચકાઈ રહ્યા છે. તેના પર તંત્રનું હજુ ધ્યાન નથી. આ તકે લોકોએ જણાવ્યું હતું કે, શાકભાજી મળી તો રહ્યા છે પણ તેના ભાવમાં બમણાથી લઇ ત્રણ ગણાનો વધારો થઈ ગયો છે. અગાઉ 400થી 500 રૂપિયામાં જેટલું શાકભાજી મળતું તેનાથી અડધું શાકભાજી હાલના સમયમાં મળી રહ્યું છે.
કેટલાક વેપારીઓએ આ બાબતે પોતાની વાત રજૂ કરતાં કહ્યું કે, ભલે શાકભાજીના પરિવહનને લોકડાઉનમાંથી મુક્તિ અપાઇ છે. પણ જરૂરિયાત અનુસારનો પુરવઠો ન મળતો હોવાના લીધે માગની તુલનાએ તે ઓછો હોતાં આ સ્થિતિ સર્જાઇ છે. શાકભાજીના ભાવમાં જોવા મળેલા આ વધારાના લીધે ગૃહિણીઓનું બજેટ સદંતર ખોરવાઇ ગયું છે. તો વર્તમાન સ્થિતિમાં શાકભાજીની ગુણવત્તા પણ ઠીક ઠાક હોવાથી બેવડી સમસ્યા વેઠવાનો વારો આવી રહ્યો છે.
કચ્છમાં શાકભાજીના ભાવ આસમાને-સતત વ્યસ્ત તંત્ર આ તરફ પણ ધ્યાન આપે - કોરોનાવાઈરસ
કોરોનાના સંક્રમણ સામે લડવા દેશવ્યાપી લોકડાઉનની વચ્ચે કચ્છ જિલ્લામાં શાકભાજી, દૂધ, કરિયાણા સહિતની આવશ્યક સેવા યથાવત રાખવામાં આવી છે. આ તમામ સ્થિતિ વચ્ચે શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. જો સ્થિતિ થાળે નહીં પડે તો હાલત વધુ કથળે તેવી શક્યતાઓ પણ વ્યાપારી આલમમાં જોવા મળી રહી છે.