કચ્છ વિશ્વમાં ફરી કોરોનાના વધેલા કહેર વધી રહ્યો છે. ત્યારે લોકોમાં નવા નવા વેરિયેન્ટના કેસોને લઇને ભય જોવા મળી રહ્યો છે. ત્યારે કચ્છમાં આરોગ્ય વિભાગ (Kutch Health Department) સાવચેતી રૂપે કામગીરી કરી રહ્યું છે. તો બીજી બાજૂ જિલ્લામાં રસીનો પૂરતો જથ્થો પણ(Covishield Carbovex vaccine stock exhausted Kutch) ઉપલબ્ધ નથી. હાલમાં માત્ર કોવેકસીન રસીના 1000 જેટલા ડોઝ જ ઉપલબ્ધ છે.
લોકોમાં ચિંતા ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટને પગલે લોકોમાં (vaccine stock exhausted Kutch)ચિંતા વધી છે તો રસીની પૂછપરછ પણ ફરી વધી ગઈ છે. વેકસીન મુકાવવા માટે લોકો આરોગ્ય કેન્દ્રો પર પૂછતાછ કરી રહ્યા છે. પરંતુ કચ્છમાં કોવિશિલ્ડ રસીનો જથ્થો (Covishield and Corbevax vaccines) જ ખલાસ થઈ ગયો છે. એકતરફ આરોગ્ય વિભાગ તૈયારીઓ કરી રહ્યા છે. બીજી તરફ વેક્સિનનો જથ્થો જ નથી. કચ્છમાં બીજો ડોઝ મુકાવનારા 12,92,862 લાખ લોકોએ હજી બુસ્ટર ડોઝ મુકાવ્યો નથી.આવા લોકો રસી લેવા માટે દવાખાને ધક્કા ખાઈ રહ્યા છે. પણ તેમને રસી મળતી નથી.
આ પણ વાંચો કોરોના થાય તે પહેલા સુરતીલાલાઓ ભાગ્યા રસી લેવા, તંત્ર પણ બધી રીતે તૈયાર
રસીનો પ્રથમ ડોઝ બુસ્ટર ડોઝ લેનારા ( vaccine has run out in Kutch) માત્ર 4,45,515 લોકો જ જિલ્લામાં પ્રથમ રસીનો પ્રથમ ડોઝ લેનાર લોકોની સંખ્યા 17,99,326 છે જ્યારે બીજો ડોઝ લેનાર લોકોની સંખ્યા 17,38,377 છે. જ્યારે પ્રિકોશન ડોઝ લેનારા લોકોની સંખ્યા માત્ર 4,45,515 જ છે. કંઈ રસી કેટલા લોકોએ લીધી તેની વાત કરવામાં આવે તો જિલ્લામાં કોવિશિલ્ડ રસી લેનારા 32,74,475 લોકો છે. કોવેકસીન રસી લેનારા 5,72,495 અને કાર્બોવેક્સ રસી લેનારા 1,35,906 લોકો છે. કચ્છમાં કોરોના હળવો થતાં રસીકરણમાં લોકોએ ઓછો રસ લેતાં થોડા સમય અગાઉ રસીનો જથ્થો પરત કરાયો હતો.
રાજ્યકક્ષાએ રસીના ડોઝ જિલ્લા આરોગ્ય વિભાગના રસીકરણ અધિકારી ડો.જે એ.ખત્રીએ ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જિલ્લામાં કોવેક્સિનના 1000 જેટલા ડોઝ ઉપલબ્ધ છે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે સવારના સમયે આપવામાં આવે છે. હાલમાં રસીની માંગ વધતાં કોવિશિલ્ડના 10000 અને કોવેક્સિનના 2500 ડોઝની (Covishield and Corbevax vaccines) રાજ્ય કક્ષાએ માંગ કરવામાં આવી છે જે આગામી બે-ચાર દિવસમાં આવી જવાની સંભાવના છે. ત્યાર બાદ કોવિશિલ્ડ- વેક્સિનની મેગા ઝુંબેશનું આયોજન કરવામાં આવશે.
દર્દીઓના ટેસ્ટ શંકાસ્પદ લાગતા દર્દીઓના ટેસ્ટ (New variant cases Kutch) કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા સલામતીના ભાગરૂપે રાજ્યની સાથે કચ્છમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ આદરી દેવાઈ છે. જેના ભાગરૂપે કચ્છમાં આરોગ્ય વિભાગની 854 ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વે કરવામાં આવી રહ્યું છે. અને શંકાસ્પદ લાગતા દર્દીઓના RT-PCR ટેસ્ટ માટે નમૂના લેવામાં આવી રહ્યા છે. તો બીમાર જણાતા દર્દીઓને નિદાન અને દવા આપવામાં આવી રહ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર દરરોજ અંદાજિત 20 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તો દરરોજના અંદાજિત 150 જેટલા સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.
લોકોની પૂછપરછ રસી માટે લોકોની પૂછપરછ વધી ઉલ્લેખનીય છે કે ચીનમાં કોરોનાનો કહેર વધતા હવે બૂસ્ટર ડોઝ લેવા લોકો જાગૃત થયા છે. ETV Bharat ની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રૂબરૂ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે લોકો બૂસ્ટર ડોઝ ક્યાં મળશે, કેવી રીતે મળશે અને ક્યારે મળશે તેની પૂછતાછ વધારે કરી રહ્યા છે. જ્યારે લોકોને હોસ્પિટલના સ્ટાફ દ્વારા એક જ જવાબ આપવામાં આવી રહ્યો છે કે રસી હાલમાં નથી.