કચ્છ : રાજ્યમાં કોરોના વાયરસ બાદ હવે લમ્પીના વાયરસને કાળો કહેર કર્યો છે. રાજ્યમાં લગભગ મોટા ભાગના (Lumpy Virus in Kutch) જિલ્લા લમ્પી રોગ ધૂસીને પશુઓના માથે ચડીને નાચી રહ્યો છે. લમ્પી વાયરસથી એક બાદ એક ગાયના મૃત્યુુના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં (Vaccination cattle in Kutch) રસીકરણ ચાલુ કરાયું છે. જેમાં કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસ સંદર્ભે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 2.3 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરાયુ છે.
પશુપાલન વિભાગની ટીમો કાર્યરત - કચ્છ જિલ્લામાં પ્રવર્તમાન ગાંઠદાર ચામડીનો જોવા મળેલો છે. જેમા માંડવી તાલુકાના દરેક ગામોમા આ રોગ નોંધાયેલો છે. જે રોગ અંતર્ગત તાલુકા કક્ષાએથી આ રોગને કાબુમાં લેવા જિલ્લા વહીવટી તંત્રના તેમજ ગાંધીનગરના પશુપાલન વિભાગના (Cattle under treatment in Kutch) સીધા માર્ગદર્શન હેઠળ હાલ 6 ટીમો દ્વારા સઘન કામગીરી કરાઈ રહી છે. 31મી જુલાઈ સુધીમાં આ રોગ અન્વયે 3827 પશુઓની સારવાર કરવામાં આવી તેમજ 22781 પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું.
1962 એમ્બુલન્સ ઈમરજન્સી LSD રોગની સારવાર અર્થે - માંડવી તાલુકામાં આવેલા વિવિધ 11 જેટલી ગૌશાળા/ પાંજરાપોળની મુલાકાતો લઈ અને જરૂરી સારવાર અને 4500 જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત માંડવી આઇસોલેશન સેન્ટર તેમજ મસ્કા આઇસોલેશન સેન્ટરની દૈનિક મુલાકાતો લઈ જરૂરી સારવાર કરવામાં આવી રહી છે. તાલુકામાં કાર્યરત નાના રતડીયા ખાતેની 1962 એમ્બુલન્સને ફક્ત ઇમરજન્સી LSD રોગની સારવાર અર્થે (Vaccination cows in Gujarat) ફાળવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો : લમ્પીગ્રસ્ત ગાયનું દૂધ પીવું કે ન પીવું?
પશુ દવાખાના બિદડા ખાતે કેમ્પનું આયોજન - મળતી માહિતી મુજબ અલગ અલગ ગામોના રૂટ (Lumpy virus in Gujarat) અર્થે તેમજ તે ગામોમાં સારવારની કામગીરી માટે એમ્બુલન્સની ફાળવણી કરવામાં આવી છે. આ બધી રસીકરણ તથા સારવારની કામગીરી પશુ માલિકના ઘરે ઘરે જઈ અને નિ:શુલ્ક કરવામા આવી રહી છે. આ ઉપરાંત બિદડા ગામ મુકામે 15મી જુલાઇના રોજ પાંજરાપોળ ખાતે તથા 24મી જુલાઈના રોજ પશુદવાખાના બિદડા ખાતે કેમ્પનું આયોજન (Lumpy virus in skin) કરવામાં આવ્યુ હતુ. જેમા 111 તથા 195 ગાય વર્ગના પશુઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી હતી.
આ પણ વાંચો : લમ્પી ઈન્ફેક્ટેડ પશુનું દૂધ પી શકાય? પશુ નિયામકે કરી મોટી ચોખવટ
હજારો પશુઓ સારવાર હેઠળ - કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો 49,000થી વધુ પશુઓની સારવાર કરાઈ છે. 37000થી વધુ પશુઓ અસરગ્રસ્ત છે. ગૌશાળા-પાંજરાપોળમાં 46000થી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. માંડવી તાલુકામાં કુલ 21762 ગાયોનું રસીકરણ કરાયું છે. તેમજ 3478 પશુઓની ઉત્તરોત્તર સારવાર ચાલી રહી છે. બિદડા ગામમાં 1,062 ગાય છે. જેમાં 480 ગાયનું માલિકોએ અંગત ધોરણે રસીકરણ કરાવ્યું છે. બિદડા ગ્રામ પંચાયતના રિપોર્ટ મુજબ બિદડામાં 66 ગાયના મૃત્યુ (બિનવારસી), પાંજરાપોળ ખાતે 56, ગામમાં 36 એમ કુલ 158 ગાયના લમ્પીથી મૃત્યુ પામ્યા છે. માંડવી તાલુકાના બિદડાની પાંજરાપોળની તમામ 1600 ગાયોનું થયુ રસીકરણ કરાયુ છે તેવું મુન્દ્રા- માંડવી લમ્પિ રોગ તાલુકા નોડલ લાયઝન અધિકારી ડૉ.વી.ડી.રામાણી દ્વારા જણાવ્યું હતું.