કચ્છઃ લોકસભા ક્ષેત્ર વિશાળ હોવાથી અને હસમુખા સ્વભાવ સાથે બની શકે ત્યાં સુધી હાજર રહેવું મદદ કરવી અને કામ કરવાની નીતી અપનાવતા સાંસદનો પરીવાર હાલ લોકડાઉનનાં તેમના સાથે સમય વિતાવવા મળી રહેતા ખુશી અનુભવી રહયો છે.
કચ્છ સાંસદ વિનોદ ચાવડા દર સોમવારે લોક દરબાર ભરે દિલ્હીનુ આવાગમન ચાલુ જ હોય, વિશાળ કચ્છના વિવિુધ તાલુકા મથકો ગામડાઓમાં સામાજિક સરકારી કામો હોય એટલે સતત વ્યસ્તતા સ્વાભાવિક રહેતી હોય છે અને તેથી જ તેઓ ખુદ કબુલે છે કે કયારેક નાનકડી દિકરી વિશ્ર્વાને બે ચાર દિવસે મળવાનું થાય છે. હાલે લોકડાઉનના સમયમાં વધુ પડતો સમય વર્ક ફોર હોમ કરી રહયા છે. તેઓ કહે છે સવાર બપોર સુધી અને સાંજથી મોડી રાત સુધી જરૂરી કામ ઘરે જ ઓફિસેથી થઈ રહયું છે આ વચ્ચે ભોજન ચાપાણી ટીવી જોવું સમાચાર જોવા બાળકો સાથે થોડીવાર રમતગમત કરવી આ બધો સમય હવે અત્યારની સ્થિતીએ મળ્યો છે.
વિનોદભાઈ કહે છે કે, સાંસદની જવાબદારી હોવાથી મોટાભાગનો સમય બહાર જતો હયો છે. પણ હવે મોટાભાગનું કામ ઘરેથી કામ કરવામાં આવી રહયું છે. ઘરેથી કામ કરવાનો ફાયદો એ છે કે દિવસભર સાથે હોવાથી બાળકો ખુશ રહે છે.
વિનોદભાઈ હસતા ચહેરા સાથે કહે છે કે, આ જ જીવન જવાદબારી છે લોકડાઉનમા ઘરે બેસી રહું તો પણ ન ચાલે વધુ બહાર પણ ન નીકળાય, તેથી ઘરેથી તંત્ર સાથે સંકલન, સંસ્થાઓ સાતે ચર્ચા, લોકોને મદદની કામગીરી થતી રહે છે. જરૂરિયાત સમયે સેલ્ફ ડ્રાઈવિંગથી જઈ આવું છુ . બપોરના સમયે મોડી સાંજે બાળકો સાથેસમય વિતાવી રહયો છું. લોકડાઉનના બીજા પાર્ટ શરૂ થયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સાત મુદામાં સહયોગ માંગ્યો છે તેની જવાબદાર સૌ કોઈ નિભાવે તેવી અપીલ તેેમણે કરી હતી.
લોકડાઉન ઈફેક્ટ: કચ્છના સાંસદ બન્યા બાદ પ્રથમ વખત પરિવાર સાથે માણી રહ્યાં છે વેકેશન
લોકડાઉન વચ્ચે લોકોને ઘરે રહેવા મળે છે તો પણ બહાર નિકળીને પોતાને પોતાના પરીવારને અને સમાજને જોખમમાં નાંખી રહયા છે. દેશભરમાં એવા અનેક કોરોના યોદ્ધા છે જેઓ ઘરે રહેવા માગે છે પણ આપણી મદદ માટે ઘરે રહી શકતા નથી. તો લોકડાઉનથી એવા કેટલાક પરીવારો પણ છે જેમને પરીવાર સુખ ભોગવવાનો સમય મળી રહયો છે. આવા જ એક પ્રતિનિધી છે કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડા અને તેમનો પરીવાર.