ETV Bharat / state

Lakshyavedh Seminar in Kutch : જ્ઞાનથી મોટું કોઈ હથિયાર નથી જે લક્ષ્યને ભેદી શકે : સ્મૃતિ ઈરાની

author img

By

Published : Jun 11, 2022, 4:01 PM IST

દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા લક્ષ્યવેધ યુવા પ્રતિભા સંવર્ધન પરિસંવાદના સેમીનારમાં (Lakshyavedh Seminar in Kutch) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મહિલા વિકાસ અને બાળ કલ્યાણ પ્રધાન સ્મૃતિ ઈરાની પણ ઉપસ્થિત રહ્યા (Smriti Irani visits Kutch) હતા. જ્યાં ભારતના નિર્માણમાં આજના યુવાઓનું યોગદાન વિષય પર સ્મૃતિ ઈરાનીએ કચ્છના યુવાધનને સંબોધિત કર્યું હતું.

Lakshyavedh Seminar in Kutch : જ્ઞાનથી મોટું કોઈ હથિયાર નથી જે લક્ષ્યને ભેદી શકે : સ્મૃતિ ઈરાની
Lakshyavedh Seminar in Kutch : જ્ઞાનથી મોટું કોઈ હથિયાર નથી જે લક્ષ્યને ભેદી શકે : સ્મૃતિ ઈરાની

કચ્છ : આજના યુવાન પાસે કોઈ લક્ષ્ય નથી અને લક્ષ્ય પણ એવા હોય છે કે જે આજે આ હોય તો આવતી કાલે બીજુ. તેને લઈને આજના યુવાધનને લક્ષ્ય ઉપયોગી ભાથું આપવાના ઉદ્દેશ સાથે દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ, આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા`લક્ષ્યવેધ' યુવા (Kutch Lakshyavedh Seminar) પ્રતિભા સંવર્ધન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પણ (UM Smriti Irani visits Kutch) કચ્છી યુવાનોને લક્ષ્યને લઈને ભાથું આપ્યું હતું.

માધાપર ખાતે લક્ષ્યવેધ યુવા પ્રતિભા, સંવર્ધન પરિસંવાદમાં સ્મૃતિ ઈરાનીએ યુવાનોને આપ્યું પ્રેરક માર્ગદર્શન

કેન્દ્રીય પ્રધાને યુવાનોને આપ્યુ માર્ગદર્શન - જીવનમાં લક્ષ્યને ભેદવા માટે અર્જુનની જેમ એકાગ્રતાપૂર્વક (Bhagavat Saptah in Kutch) લક્ષ્ય પર નિશાન રાખવું જરૂરી છે. જ્ઞાનથી મોટું કોઈ હથિયાર નથી જે લક્ષ્યને ભેદી શકે. લક્ષ્ય નિર્ધારિત કરો અને તેની પ્રાપ્તિ માટે સાચી દિશામાં પ્રયત્ન કરો અને નિષ્ફળતા મળે તો પણ ચિંતન કરીને નવો રસ્તો કંડારી ફરી લક્ષ્ય તરફ આગળ વધો તેવું કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ માધાપર ખાતે શ્રી દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ આષૅ અધ્યયન કેન્દ્ર, ભુજ દ્વારા આયોજિત લક્ષ્યવેધ યુવા પ્રતિભા - સંવર્ધન પરિસંવાદ કાર્યક્રમમાં યુવાનોને જણાવ્યું હતું.

લક્ષ્યવેધ સેમિનાર
લક્ષ્યવેધ સેમિનાર

આ પણ વાંચો : Kutch Lakshvedh Seminar: 'જે વ્યક્તિ સત્ય બોલે છે તેનો જ લોકો તિરસ્કાર કરે છે'

નેગેટિવ દૂર કરીને એકાગ્રતા તરફ - કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ કચ્છની (Lakshyavedh Seminar in Kutch) જનતાને સંબોધતા જણાવ્યું હતું કે, સંતોષ જીવનનું મુખ્ય લક્ષ્ય હોય તો સંઘર્ષ ટાળી શકાય. આજે સંતોષ નથી તેથી સંઘર્ષ વધ્યો છે. તેમણે જ્ઞાનની પ્રાપ્તિમાં દ્વેષની ભાવના તેમજ સતત લેવાની વૃત્તિને સૌથી મોટી અડચણ ગણાવી હતી. યુવાનોને સમાજને કંઈક આપવાની વૃત્તિ કેળવવા શીખ આપીને દાનીને સાચો સંતોષી ગણાવ્યો હતો. યુવાનોને નેગેટિવ વિચારને દૂર કરીને એકાગ્રતા સાથે લક્ષ્ય પૂર્તિના માર્ગે આગળ વધવા શબ્દ બળ પૂરું પાડ્યું હતું. કચ્છમાં જ્યાં પણ ભાગવત કથા થાય ત્યાં અચૂક યુવા શક્તિને જાગૃત અને મજબૂત કરવા આ પ્રકારના યુવા સેમિનાર કરવા અનુરોધ કર્યો હતો.

ભરતકળાના નમુનાવાળા સ્મૃતિચિન્હ આપ્યા
ભરતકળાના નમુનાવાળા સ્મૃતિચિન્હ આપ્યા

આ પણ વાંચો : હાલમાં પરિવારમાં જનરેશન ગેપ કરતાં કોમ્યુનિકેશન ગેપ વધી રહી છે : સંજય રાવલ

ભરતકળાના નમુનાવાળા સ્મૃતિચિન્હ આપ્યા - કેન્દ્રીય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, સરળતા અને સંસ્કાર આપણી મૂડી છે. જ્ઞાનનો ભંડાર હોય અને અહંકાર ન હોય તે જ વ્યક્તિ સરળ બનીને પ્રગતિ કરી શકે છે. તેમણે યુવાનોને રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાનનું કચ્છની 16 ભરતકળાના નમુના વાળા સ્મૃતિ ચિન્હ આપીને (Aarsh Adhyayan Kendra) ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.