- ભુજમાં 11 વૉર્ડ અને 44 બેઠકો માટે મતદાન તાલીમ
- 316 ચૂંટણી સ્ટાફને તાલીમ આપવામાં આવી
- રેન્ડમાઇજેશન કરીને ચૂંટણી હુકમ બહાર પાડવામાં આવ્યો
ભુજ : નગપાલિકાની સામાન્ય ચૂંટણી 2021 અંતર્ગત કુલ 11 વૉર્ડ અને 44 બેઠકો માટે મતદાન અધિકારીઓ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ માટે શનિવારના રોજ ભુજના ટાઉન હોલ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ચૂંટણી ઓફિસર મનિષ ગુરનાની મદદનીશ કલેક્ટર ભુજ, કલ્પેશ પટેલ જિલ્લા હિસાબી અધિકારી ભુજ, મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે એમ. એમ. કવાડિયા મામલતદાર ભુજ તેમજ શૈલેષ એચ. દવે, સિટી સર્વે સુપ્રિ. ભુજ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ હેઠળ 316 ચૂંટણી સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. અધિકારીઓને પોસ્ટલ બેલેટના ફોર્મ આપીને કેવી રીતે ભરવું તે સમજાવવામાં આવ્યું હતું અને ભરાવ્યા બાદ પરત લેવામાં આવ્યા હતાં.
રેન્ડમાઇજેશન કરીને ચૂંટણી હુકમ બહાર પાડવામાં આવ્યો
ચુંટણી કર્મચારીઓમાં પ્રાથમિક શાળાના શિક્ષકો, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો, ITI કોલેજો તથા ભુજ તથા ભુજ તાલુકામાં આવેલ કચેરીઓના સ્ટાફમાંથી માહિતી મેળવીને રેન્ડમાઇજેશન કરીને ચૂંટણી હુકમ બહાર પાડવામાં આવ્યો હતો. આ રીતે ભુજ નગરપાલિકાની ચૂંટણી માટેની કામગીરી અંગે પ્રથમ તાલીમ આપવામાં આવી હતી.