- અમદાવાદમાં શુક્રવારથી સોમવાર સુધી કર્ફયૂ
- અમદાવાદથી કચ્છ આવેલા પ્રવાસીઓમાં ચિંતાની
- અમદાવાદના રુટના વાહનો બંધ હોવાથી કચ્છમાં જ રોકાશે પ્રવાસીઓ
- શુક્રવારે કચ્છ માટે નીકળનારા પ્રવાસીઓ તારીખમાં કર્યો ફેરફાર
કચ્છઃ અમદાવાદમાં શુક્રવારની રાત્રિથી કરફયુના અમલના આદેશ બાદ દિવાળીના તહેવારોમાં અમદાવાદથી કચ્છ આવેલા પ્રવાસીઓમાં ચિંતાની લાગણી પ્રવર્તી રહી છે. ખાસ કરીને લાભ પાંચમના દિવસથી અમદાવાદથી નિકળેલા પ્રવાસીઓ અડધા રસ્તેથી પ્રવાસ રદ કરીને અથવા પ્રવાસન સ્થળે પહોંચીને તરત અમદાવાદ જવા રવાના થયા છે. તો કેટલાય પ્રવાસીઓએ જયાં છે ત્યાં સોમવાર સુધી રોકાણની વ્યવસ્થા કરી છે. તો બીજીતરફ શુક્રવારથી પ્રવાસન સ્થળનું બુંકિંગ હોય તે પ્રવાસીઓએ પ્રવાસ રદ કર્યા છે. તો કોઈ દ્વારા બુકિંગની તારીખમાં ફેરફાર કરવામા આવી રહયા છે.
કરફ્યુના પગલે કચ્છ જનારા પ્રવાસીઓને મુશ્કેલી
અમદાવાદમાં શુક્રવાર રાત્રિના નવ વાગ્યાથી કરફ્યુનો અમલ થશે. આ સ્થિતિમાં ગુરૂવારે અમદાવાદથી પ્રવાસ માટે નિકેળેલા પ્રવાસીઓ તેમજ તે પહેલા અમદાવાદથી બહાર ગયેલા નાગિરકો હવે ચિંતાની સ્થિતિમાં મુકાયા છે, જે પ્રવાસીઓ કચ્છ પહોંચ્યા છે. તે અંગે ETV ભારતે જાણવાનો પ્રયાસ કરતા જાણવા મળ્યુ હતું કે, ગત રાત્રે કરફ્યુના અમલના આદેશ સાથે અનેક લોકો શુક્રવારે સવારે જ અમદાવાદ પોતાના ઘરે જવા નિકળી ગયા છે. જે લોકો શુક્રવારે અમદાવાદથી નિકળવાના આયોજનમાં હતા તેમણે પોતાના પ્રવાસ રદ કર્યો છે. તો કેટલાક લોકો વ્યવસ્થા કરીને કચ્છમાં જ રોકાણા છે.
રણોત્સવમાં જતા પ્રવાસીઓએ તારીખમાં કર્યો ફેરફાર
કચ્છ રણોત્સવની ટેન્ટ સીટીના આયોજન લાલુજી એન્ડ સન્સના ઓપરેશન મેનેજર ભાવિક શેઠે ETV ભારતને જણાવ્યુ હતું કે, અમદાવાદ તરફથી શુક્રવાર પછીના બુકિંગમાં પ્રવાસીઓેએ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રવાસીની ઈચ્છા મુજબ બુકિંગ રિફંડ માટે પણ કંપની તૈયારીમાં છે. જોકે લોકોએ સોમવાર પછી અને ખાસ તો ડિસેમ્બરમાં તારીખ લંબાવાનું પસંદ કર્યુ છે. જોકે કોઈ જ બુકિંગ રદ થયું નથી. તારીખમાં ચોકકસથી ફેરફાર કરાયો છે. તો કંપનીએ સ્થિતિ મુજબ તારીખમાં ફેરફારની પોલીસીમાં રાહત આપી છે.
પ્રવાસીઓએ સોમવાર સુધી કચ્છમાં રોકોવાનું જ પસંદ કર્યુ
અમદાવાદથી આવેલા ભરતભાઈએ જણાવ્યુ હતું કે, અમે ચાર દિવસ પહેલા કચ્છ પહોંચ્યા છીએ, શુક્રવારે અમારે પરત અમદાવાદ જવાનું હતુ પણ કરફ્યુની સ્થિતિને પગલે હવે સોમવાર પછી જવાનું અને ત્યાં સુધી કચ્છમાં વધુ જગ્યાનો પ્રવાસ કરવાનું નકકી કર્યુ છે. ત્યારે અનિતા નામની પ્રવાસીએ કહ્યું હતું કે, એક સાથે અચાનક આ આદેશ થતાં એક તબ્બકે તો ચિંતા થવા લાગી હતી.