કચ્છ: રામનોમના દિવસે મધ્યપ્રદેશના મહાનગર ઈન્દોરમાં બિલેશ્વર મહાદેવ મંદિરની છત પડતા નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં મૂળ કચ્છના 11 લોકોનો જીવ ગયો છે. મૂળ નખત્રાણા તાલુકાના પાટીદાર સમાજના લોકો ઘણા વર્ષોથી ઇન્દોરમાં વેપાર પ્રવૃત્તિ હેતુ જોડાયેલા છે. આ વાવડ કચ્છના નખત્રાણા સુધી પહોંચતા તહેવારના દિવસમાં માતમનો માહોલ છવાયો હતો. સ્વજનોના ગામમાં સ્મશાન જેવી શાંતિ એકાએક છવાઈ ગઈ હતી. હવે આ તમામ લોકોના નામ સામે આવ્યા છે.
દુર્ઘટનામાં મોત: મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક ગોઝારી દુર્ઘટનામાં 60 વર્ષ જૂના બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરમાં હવન દરમિયાન વાવની છત ધરાશાયી થતાં મહિલાઓ-બાળકો સહિત અનેક ભાવિકો 40 ફૂટ નીચે ખાબક્યા હતા.જેમાં કચ્છના 11 લોકોના આ દુર્ઘટનામાં મોત નિપજ્યું છે.મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે દુર્ઘટના અંગે માહિતી મેળવી સમીક્ષા કર્યા બાદ રેસ્કયૂ ઓપરેશન ઝડપી બનાવવા આદેશ કર્યો હતો. તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુર્ઘટના અંગે માહિતી મેળવી અસરગ્રસ્તો અને તેમના પરિવારો પ્રત્યે પ્રાર્થના વ્યક્ત કરી હતી.કચ્છના હતભાગી અંગે વધુ માહિતીઓ વિગતવાર હવે બહાર પડાશે.
બચાવ ઓપરેશન: મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના પાટીદાર સમાજના લોકો છેલ્લાં અનેક વર્ષોથી ધંધાર્થે ઇન્દોરમાં મોટી સંખ્યામાં વસવાટ કરે છે. ગઈકાલે બેલેશ્વર મહાદેવ મંદિરમાં કુવાની છત તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી.દુર્ઘટના બાદ રેકસ્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. હતભાગી થયેલા લોકોને દોરડાથી વાવમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.આ દુર્ઘટનામાં વાવમાં કેટલા લોકો પડયા હતા. તે અંગે હજી સુધી કોઈ આંકડો અસ્પષ્ટ નથી થયો અને મોડી રાત્રિ સુધી બચાવ ઓપરેશન ચાલુ રહ્યું હતું.
દુઃખ સહન કરવાની શક્તિ: રામ નવમીના દિવસે ઇન્દોરમાં મંદિર આવેલ ત્યાં સૌ પરિવારજનો અને આજુબાજુના લોકો મંદિર ઉપર દેવ દર્શન માટે પૂજા અર્ચન માટે ગયેલા હતા. પરંતુ વિધિના લેખ લખેલા હોય અને કોઈને આવી કલ્પના નહીં હોય એવું ઘટના ઘટી અને કલ્પના વગરની આવી ઘટનામાં નખત્રાણાના આ પરિવાર ઉપર અને રામાણી પરિવાર ઉપર અને પટેલ સમાજ ઉપર જે કલ્પના ન હોય એવું દુઃખ આવી પડેલ છે. ત્યારે ભગવાન સૌને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના છે--પાટીદાર સમાજના પ્રમુખ લાલજીભાઈ રામાણી
આ પણ વાંચો Kutch News : ચડતી જતી મોંઘવારીમાં આભૂષણોના એક્ઝિબિશનમાં ડીઝાઈન બની આકર્ષણનું કેન્દ્ર
11 લોકો હોવાનું સામે: કચ્છના 11 લોકો હોવાનું સામે આવ્યુંઇન્દોર સ્થિત કચ્છના ભીમજી જાદવાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રાચીન મંદિર ખાતે રામનવમીના દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો ભક્તિમય વાતાવરણમાં ભજન-કીર્તનમાં લીન હતા દરમિયાન જ્યાં હવન યોજાયો હતો. ત્યાં નીચે ઉંડી વાવ હતી જેની ઉપર છત બાંધેલી હતી. અચાનક છત તૂટી પડતાં હવનમાં સામેલ ભાવિકો વાવમાં પડયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સવારે હતભાગીઓમાં કચ્છના 11 લોકો હોવાનું સામે આવ્યું હતું. તેમના મૃત્યુના સમાચારથી નખત્રાણા તાલુકામાં માતમ છવાયો હતો.