- કોરોના કાળમાં આર્થિક પડકારો સામે લડવા પેટ્રોલપંપ પર નોકરી કરી
- પરિવારમાં આર્થિક સહયોગ આપવા અર્થે સ્વમાનભેર કાર્યરત
- પેટ્રોલપંપ પર 50% મહિલા કર્મચારીઓ
- બિનપરંપરાગત કામોમાં ઝંપલાવીને આત્મનિર્ભરતાનો પરિચય
કચ્છઃ કોરોના કાળમાં મધ્યમવર્ગના અનેક પરિવારો સમક્ષ આર્થિક પડકારો સર્જાયા હતા. જેમાંથી પરિવારને બહાર કાઢવા માટે મહિલાઓએ બિનપરંપરાગત એવા કામોમાં ઝંપલાવીને આત્મનિર્ભરતાનો પરિચય આપ્યો છે. ભુજ નજીકના માધાપરના ચાર પેટ્રોલપંપ પર પરિવારની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે મહિલાઓ ફિલર તરીકે કામ કરી રહી છે.
આ પણ વાંચોઃ પોરબંદરના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષિકાએ આપ્યો મહિલાઓ માટે સંદેશો
પેટ્રોલપંપ પર 50% મહિલા કર્મચારીઓ કાર્યરત
આજે આ પેટ્રોલપંપ પર 50% મહિલા કર્મચારીઓ કામ કરી રહી છે. પેટ્રોલપંપના માલિકે જણાવ્યું હતું કે, 10 વર્ષમાં પહેલીવાર અહીં નોકરી કરવા માટે મહિલાઓ આગળ આવતી થઈ છે.
પરિવારમાં આર્થિક સહાય અને અભ્યાસનો ખર્ચ કાઢવા પેટ્રોલપંપ પર નોકરી કરે છે
કોઈ પતિની નોકરી જતી રહેવાથી તો કોઈ યુવતિએ પોતાના અભ્યાસનો ખર્ચ કાઢવા માટે પેટ્રોલપંપ પર કામ શરૂ કરીને આત્મનિર્ભરતાનું ઉદાહરણ આપ્યું છે. બે યુવતિઓએ અભ્યાસનો ખર્ચ કાઢવા માટે નોકરી કરે છે, તો કેટલીક મહિલાઓ પેટ્રોલપંપ પર નોકરી કરી પરિવારમાં આર્થિક સહયોગ કરે છે.
આ પણ વાંચોઃ પોતાના સોપારીના છોડને બચાવવા માટે ગૌરીએ ખોદ્યા કૂવા
10 વર્ષથી પેટ્રોલપંપ પર મહિલા ઇન્ટરવ્યુ આપવા આવતી નહીં
મહિલાઓના આ સ્વમાનભેર નોકરી કરવા અંગે પેટ્રોલપંપના માલિક યોગેશ જોશીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી અમે પેટ્રોલપંપમાં કામ કરવા ઇચ્છુક લોકો માટે ઇન્ટરવ્યુની જાહેરાત આપતા હતા. પરંતુ કોઈ મહિલા ઇન્ટરવ્યુ આપવા આવતી નહીં, પરંતુ લોકડાઉનના સમયગાળા દરમિયાન એક મહિલાએ ફીલર તરીકે નોકરી સ્વીકારી અને ત્યાર બાદ તેને જોઈને અન્ય મહિલાઓ પણ પેટ્રોલપંપ પર કામ કરવા જોડાઇ હતી.