ETV Bharat / state

Tourism in Kutch:ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા, 50,000 પગલાં ભરી 5500 ઊંચાઇએ પગલાં પડ્યા - કચ્છના 6 ડુંગરો

કચ્છના યુવાનોએ અનોખું સાહસ કર્યું છે. જેમાં એક જ દિવસમાં કચ્છમાં આવેલા 6 ડુંગરો સર કર્યા છે. આ સફરમાં કુલ 240 કિલોમીટરની વાહનથી મુસાફરી રકવામાં આવી હતી. અંદાજિત 50,000 જેટલા સ્ટેપ્સ અને 6 ડુંગરની અંદાજિત 5500 ફૂટ ઊંચાઈઓ સર કરવામાં આવી હતી.

Tourism in Kutch:ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા, 50,000 પગલાં ભરી 5500 ઊંચાઇએ પગલાં પડ્યા

author img

By

Published : Feb 27, 2023, 4:54 PM IST

કચ્છના: યુવાનો દ્વારા એક જ દિવસમાં કચ્છના 6 ડુંગરો ચડવાનો સાહસ ખેડવામાં આવ્યો છે. કચ્છમાં એડવેન્ચર ટુરિઝમ વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે સિક્સ હિલ્સ અ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છના 27 યુવાનોએ એક જ દિવસમાં કચ્છના 6 ડુંગર સર કર્યા હતા અને પ્રકૃતિનો આનંદ માણ્યો હતો.

ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા, 50,000 પગલાં ભરી 5500 ઊંચાઇએ પગલાં પડ્યા

ઊંચાઈઓ સર કરવામાં: ભુજના આયુર્વેદિક વૈદ્ય ડૉ. આલાપ અંતાણીએ અને તેમના મિત્રો દ્વારા એક જ દિવસમાં કચ્છના જુદા જુદા વિસ્તારનાં 6 ડુંગર પર આરોહણ અવરોહણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 240 કિલોમીટરની વાહનથી મુસાફરી રકવામાં આવી હતી. અંદાજિત 50,000 જેટલા સ્ટેપ્સ અને 6 ડુંગરની અંદાજિત 5500 ફૂટ ઊંચાઈઓ સર કરવામાં આવી હતી.

Tourism in Kutch:ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા, 50,000 પગલાં ભરી 5500 ઊંચાઇએ પગલાં પડ્યા
Tourism in Kutch:ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા, 50,000 પગલાં ભરી 5500 ઊંચાઇએ પગલાં પડ્યા

આ પણ વાંચો કચ્છ જિલ્લામાં શ્વેતક્રાંતિ બાદ મધ ક્રાંતિ માટે સરહદ ડેરીના મંડાણ

6 ડુંગર પર આરોહણ-અવરોહણ: હાલમાં જ તેમના અને તેમના મિત્રોના ગ્રુપ દ્વારા એક વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો છેલ્લા પાંચ વર્ષથી તેમના દ્વારા સાહસિક અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેમાં એક જ દિવસમાં સવારે 3:30 વાગ્યાથી કરી અને રાત્રે 9:00 વાગ્યા સુધીમાં એક જ દિવસમાં કચ્છના છ અલગ અલગ જગ્યાએ આવેલા ડુંગરોને સર કરવામાં આવે છે--ડૉ.આલાપ અંતાણી(ETV Bharat સાથે વાતચીત)

ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા
ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા

આ પણ વાંચો કાલા કપાસે કચ્છના વાગડની મહિલાઓને આત્મનિર્ભર બનાવી, તેમની ખાદીની વિદેશોમાં માગ વધી

પગપાળા જંગલોની અંદર: આ વર્ષે ભુજની અંદર આવેલો ભુજિયો ડુંગર પછી નનામો ડુંગર, ધીણોધર ડુંગર,સાંયરો ડુંગર, વિંછીયો ડુંગર અને ખટલો ડુંગર આ પ્રકારના છ અલગ અલગ ડુંગરોનું એક જ દિવસમાં આરોહણ અને અવરોહણ કરવામાં આવ્યું હતું. નનામો અને ધીણોધર ડુંગર કચ્છના સૌથી મોટા ડુંગર છે. આખા દિવસમાં 240 kmની વાહનથી મુસાફરી કરવામાં આવી હતી. લગભગ 20 થી 21 કિલોમીટર જેવું પગપાળા જંગલોની અંદર અને ડુંગરોની અંદર ચાલવાનું થયું હતું.

ડુંગર પરથી આહલાદક દ્રશ્યો: આ દરેક ડુંગરોની કુલ હાઈટની વાત કરવામાં આવે તો 6 ડુંગરોની કુલ હાઇટ લગભગ 5500 ફૂટ જેટલી હાઈટ જે છે એ સર કરવામાં આવી હતી. આ સાહસ એક પ્રકારે અસામાન્ય રીતે સાહસિક અભિયાન છે. જે દર વર્ષે કરવામાં આવતું હોય છે. દરેક ડુંગર ઉપર એક અલગ જ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. ક્યાંક બન્નીનું ગ્રાસ લેન્ડ જોવા મળે છે. તો ક્યાંક કચ્છના તળપદા જંગલોમાંથી પસાર થવાનું રહે છે. ક્યાંક તમે ઉંચાઈઓ ઉપરથી કચ્છનું મેદાની વિસ્તાર તમે જોઈ શકો છો. શારીરિક થાક તો લાગે જ છે. સાથે ઉપર પહોંચીને જે દ્ર્શ્યો જોવા મળે છે તેનાથી માનસિક શાંતિ મળે છે.

એડવેન્ચર ટુરિઝમ: કચ્છમાં પ્રકારના સાહસિક અભિયાનો કરવા જરૂરી છે. આજે ટુરીઝમ ક્ષેત્રે કચ્છ આટલું આગળ વધી રહ્યું છે. રણ ઉત્સવ અને અન્ય કાર્યક્રમો દ્વારા જ્યારે દુનિયાભરના લોકોનું ધ્યાન કચ્છ તરફ છે. ત્યારે કચ્છની જીઓગ્રાફી અલગથી જાણવા માટે અને સાહસપ્રિય જે પ્રવાસીઓ છે. એમને આકર્ષવા માટે આવા એડવેન્ચર ટુરિઝમનું પણ જો આયોજન કરવામાં આવે તો ચોક્કસથી એક બહુ અલગ અને બહુ અલભ્ય જ પ્રકારનો કાર્યક્રમ બની રહે. કચ્છ પાસે તક છે કે કચ્છના જે ડુંગરો છે આટલા સુંદર અને અલભ્ય ડુંગરો છે. તેના તરફ જે સાહસ પ્રિય જે ટુરિસ્ટ છે કે જેને સાહસ ગમે છે. આપણે ચોક્કસથી આકર્ષી શકીએ અને એના દ્વારા કચ્છના ટુરીઝમ ક્ષેત્રે એડવેન્ચર ટુરિઝમનું પણ એક અલગ આયામ આપણે ઉમેરી શકીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.