ETV Bharat / state

નખત્રાણાના સુખપરમાં 9 વર્ષથી સાંકળથી બંધાયેલા યુવાનને બંધનમુક્ત કરાયો

કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપે અનેક પરિવારોને તબાહ કરી નાખ્યાં હતા, તો વળી કેટલાક એવા લોકો પણ હતા કે જેમના માનસિક સંતુલન ખોરવાઈ ગયા હતા. આવો જ એક શખ્સ કે જેમણે માનસિક સંતુલન ગુમાવી દેતા તેના પરિવારજનોએ નખત્રાણાના સુખપર લઈ જઈને સાંકળથી બાંધી નાખ્યો હતો. જેનો નવ વર્ષ બાદ આજે છૂટકારો થયો હતો.

નખત્રાણાના સુખપરમાં 9 વર્ષથી સાંકળથી બંધાયેલા યુવાનને બંધનમુક્ત કરાયો
નખત્રાણાના સુખપરમાં 9 વર્ષથી સાંકળથી બંધાયેલા યુવાનને બંધનમુક્ત કરાયો
author img

By

Published : Feb 11, 2021, 5:24 PM IST

  • 9 વર્ષથી સાંકળથી બંધાયેલા યુવાનને બંધનમુક્ત કરાયો
  • માનસિક સંતુલન ગુમાવી દેતા યુવાનને સાંકળથી બાંધી નાખ્યો
  • લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટે બંધન મુક્ત કરાવ્યો

કચ્છઃ જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપે અનેક પરિવારોને તબાહ કરી નાખ્યાં હતા, તો વળી કેટલાક એવા લોકો પણ હતા કે જેમના માનસિક સંતુલન ખોરવાઈ ગયા હતા. આવો જ એક શખ્સ કે જેમણે માનસિક સંતુલન ગુમાવી દેતા તેના પરિવારજનોએ નખત્રાણાના સુખપર લઈ જઈને સાંકળથી બાંધી નાખ્યો હતો. જેનો નવ વર્ષ બાદ આજે છૂટકારો થયો હતો.

એક સમયે ભુજનો અવ્વલ દરજ્જાનો ક્રિકેટર કહેવાતો હતો

સચિન સિંહ વાઢેર કે જેનો પરિવાર ભૂકંપ પહેલાં ભુજના સોનીવાડ વિસ્તારમાં રહેતો હતો અને તે પોતે પણ એક સમયે ભુજનો અવ્વલ દરજ્જાનો ક્રિકેટર કહેવાતો હતો. સચિન સિંહ વાઢેરનો એક ભાઈ પોલીસમાં જ્યારે બીજો ભાઈ મજૂરી કરીને પેટીયું રળે છે. ભૂકંપ આવ્યો તેના દોઢેક વર્ષમાં સચિનની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અને તે શહેરમાં રખડીને લોકોના વાહનોને પથ્થરો મારતો તેમજ લોકોને નુકસાન પહોંચાડતો હતો. મજૂરી કરતા ભાઈએ થોડાં વર્ષો સુધી તેની સેવા કરી પણ આખરે તે પણ આર્થિક રીતે તૂટી જતા સચિનને લઈને પોતાના ગામ સુખપર ચાલ્યો ગયો અને માનસિક અસ્થિર બનેલા સચિન સિંહને સાંકળ વડે બાંધી નાખ્યો હતો. તેને બે ટાઇમ જમવાનું અને પાણી આપવામાં આવતું હતું, તે સિવાય તેની કોઈ જ દરકાર કરવામાં આવતી ન હતી. જોકે, ભાઈની પર આર્થિક પરિસ્થિતિ સાવ નબળી હતી, તેથી બીજી વ્યવસ્થા તો શું કરી શકે તેમ છતાં પણ તેણે ભાઈ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી. સચિનને કપડાં પહેરવાનું તો ભાન જ ન હતું, તેથી તે નિવસ્ત્ર જેવી હાલતમાં ક્યારેક સુનમુન તો ક્યારેક હસતો બેસી રહેતો. આ દરમિયાન સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપતા લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્ર જણસારીને જાણ થતાં તેણે તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઇને તેમના ભાઈની સાથે મુલાકાત કરી અને માનવ અધિકારના કાયદા વિશેની વિસ્તૃત સમજ આપીને સચિને બંધન મુક્ત કરાવ્યો હતો.

એક સ્થિતિમાં રહીને તેના પગના સ્નાયુઓ જકડાઈ ગયા હતા

આસપાસના રહેવાસીઓએ હેમેન્દ્ર જણસારીને જણાવ્યું કે, આ ભાઇ બહુ દુઃખી હતા. શિયાળાની કડકડતી ઠંડીમાં સામાન્ય માણસ ઘરમાં હોવા છતાં પણ થરથરી જતો હોય છે. ત્યારે આ માનસિક બીમારને ખુલ્લામાં રખાતા તે ઠારના કારણે બૂમો પાડતો હતો, પરંતુ તેનું સાંભળવા વાળુ કોઈ ન હતું. એક સ્થિતિમાં રહીને તેના પગના સ્નાયુઓ જકડાઈ ગયા હતા. જોકે, હવે તે સુખી થઈ જશે તેવી આશા ગ્રામજનોએ વ્યક્ત કરી હતી. સચિનને કોઈ વાતનો આઘાત લાગ્યો હોય અને માનસિક સંતુલન ગુમાવ્યું હોય કે જે હોય તે પરંતુ નવ વર્ષનો સમયગાળો તેના માટે બહુ પીડાદાયક રહ્યો હતો. ત્યારે હેમેન્દ્ર જણસારીની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે પાણીની બોટલ કે જે છેલ્લે ક્યારે સાફ થઈ હશે તેની પણ ખબર નથી. તેવી ગંદી હાલતમાં હતી. જેમાં પાણી ભરેલું હતું અને રોટલી પણ ધૂળમાં રગદોળાઈ હતી, જે રોટલી ઉપાડીને સચિન આરોગતો હતો.

સાંકળને ગ્રાઈન્ડરથી તોડવી પડી

સચિન સિંહ વાઢેરને નવ વર્ષ સુધી જે સાંકળથી બાંધવામાં આવ્યો હતો, તેને ગ્રાઈન્ડરની મદદથી તોડવામાં આવી હતી. કેમ કે તેના પરિવારજનોએ સાંકળમાં લગાવેલા તાળાની ચાવી ખોવાઈ ગઈ હતી. આ ઉપરાંત એના શરીરમાંથી ભારે દુર્ગંધ આવતી હતી. જેના પરથી લાગી રહ્યું હતું કે તેણે ઘણા સમયથી સ્નાન પણ કર્યું ન હોતું. સાંકળથી મુક્ત કરાયા બાદ સચિન સિંહને ભુજની માનસિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ તેમને ભુજના રહેણ બસેરા આશ્રમમાં આશ્રય આપવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.