કચ્છ : વાગડ વિસ્તારમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પાણી (Water Problem in Summer) માટે વલખા મારી રહ્યા છે. રાપરના શીરાનીવાંઢ ગામમાં ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે. જો ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા નહીં થાય તો સમગ્ર ગામને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આમ તો કચ્છ જિલ્લામાં પાણીની સમસ્યા વર્ષો જૂની છે, પરંતુ હજુ પણ અનેક ગામડાઓ એવા છે જે પાણીની સમસ્યાથી ત્રસ્ત છે.
પીવાના પાણીનો પોકાર - પાણીની સમસ્યા અંગે ગ્રામ પંચાયતના સરપંચ હરેશ ઠાકોર દ્વારા સ્થાનિક નાયબ કાર્યપાલક ઇજનેરને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અત્યારે આખું ગામ પીવાના પાણી (Shiraniwandh Water Problem in Summer) માટે વલખા મારી રહ્યા છે. ત્યારે નાયબ કાર્યપાલક ઇજનેરને કોઈપણ પરિસ્થિતિમાં ટેન્કર અથવા લાઈન દ્વારા તાત્કાલિક ધોરણે પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે માંગણી કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા હલ નહીં થાય તો ગામ લોકો પાણી પુરવઠા કચેરી (Kutch Water Supply Office) સામે મોરચા માંડશે.
આ પણ વાંચો : Water Problem in Summer : પાલનપુરમાં પાણીનો પોકાર શરૂ, પાણી નહીં અપાય તો હજુ ઉગ્ર આંદોલનની ચીમકી
ડેમોની હાલત તળિયા ઝાટક - આ ઉપરાંત કચ્છ જિલ્લામાં મધ્યમ સિંચાઇના 20 ડેમો આવેલા છે. નાની સિંચાઈના 170 ડેમો છે. જિલ્લામાં મધ્યમ સિંચાઈના ડેમોની હાલત હાલ તળિયા ઝાટક થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ હજુ ઉનાળાની શરૂઆત જ છે ત્યારે આગામી દિવસો કેવા જશે તે સમજી શકાય છે. કચ્છના જળાશયોમાં હવે માત્ર 23.60 ટકા પાણી રહ્યું છે.આ ઉપરાંત શીરાનીવાંઢ ગામની વસ્તી 3000 જેટલી છે. પશુધન 4000થી વધુ છે. સ્થાનિકે પીવાના પાણીના કોઈ સ્ત્રોત નથી. બાલાસર સંપ માંથી (Water Problem in Kutch) પાણી આપવામાં આવે છે. પરંતુ વચ્ચે બિનકાયદેસર રીતે પાણી ખેંચી લેવામાં આવે છે જેના કારણે પાણી શીરાનીવાંઢ સુધી પહોંચતું નથી.
આ પણ વાંચો : Drinking water shortage in patan : કોલીવાડા ગામે સરકારી શાળામાં 20 દિવસથી વિદ્યાર્થીઓને નથી મળતું પાણી
બિનકાયદેસર રીતે પાણી ખેંચી લેવામાં આવે છે - પાણીની સમસ્યા અંગે ગ્રામ પંચાયતના સરપંચ હરેશ ઠાકોરે જણાવ્યું હતું કે, સ્થાનિકે પીવાના પાણીના (Shiraniwandh Water Problem) કોઈ સ્ત્રોત નથી. બાલાસર સંપ માંથી પાણી આપવામાં આવે છે. પરંતુ વચ્ચે બિનકાયદેસર રીતે પાણી ખેંચી લેવામાં આવે છે. જેના કારણે પાણી શીરાનીવાંઢ સુધી પહોંચતું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. જો આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા હલ નહીં થાય તો ગામ લોકો પોતાના (Movement for Water in Kutch)પશુધન સાથે પાણી પુરવઠા કચેરી સામે આંદોલન કરશે.