ETV Bharat / state

જમાઈ કે છે જમ! : આવી રીતે કરાવ્યા સત્યના પારખા...

હાલના આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધામાં એટલા તરબોળ થઈ ગયા છે કે, સત્યના પારખા કરવા માટે કાંઈ પણ હદે પહોચી શકે છે. કચ્છ રાપરના ગેડી ગામે ઉકળતા તેલમાં હાથ બોળાવવાની એક ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં 6 યુવકોના હાથ દાઝી ગયાં છે. આ યુવકો આજે બુધવારે રાપરના સરકારી દવાખાને સારવાર લેવા માટે આવતાં સમગ્ર મામલો બહાર આવ્યો છે. આ ઘટનાના પગલે રાપર પોલીસે તપાસ હાથ ધરી છે.

સત્યના પારખા કરવા તેલમાં હાથ બોળાવવાની એક ગંભીર ઘટના

author img

By

Published : Aug 11, 2021, 10:35 PM IST

  • અંધશ્રદ્ધાના નામે ઉકળતા તેલમાં હાથ બોળાવ્યા
  • ઉકળતા તેલમાં હાથ બોળતા છ લોકોને હોસ્પિટલ ખસેડાયા
  • રાપર પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી

કચ્છ : રાપર તાલુકાના ગેડી ગામે એક અમાનવીય બનાવ સામે આવ્યો હતો. મળતી માહિતી મુજબ, એક પરિણીત યુવતી પિયર જઈને ત્યાંથી નાસી ગઈ હતી અને તેને ભગડાવામાં તેને તેના પિયરના પરિવારજનોએ મદદ કરી હોવાનો આરોપ જમાઈ દ્વારા કરવામાં આવ્યો હતો. જમાઈની આશંકાના આધારે પરિણીતાના પિયરના લોકોની નિર્દોષતા અને સચ્ચાઈના પારખાં કરવા માટે જમાઈ સહિત સાસરી પક્ષના લોકોએ કન્યાના નજીકના 6 લોકોના ઉકળતા તેલમાં હાથ બોળાવ્યાં હતા.

આ પણ વાંચો: હળવદમાં સતના પારખા કરવા ઉકળતા તેલમાં હાથ નખાવ્યા

હોસ્પિટલમાં સારવાર માટે આવતા પોલીસને થઈ જાણ

પરિણીત યુવતીના પરિવારજનોને જણાવવામાં આવ્યું હતું કે, જો તમે સાચા હશો તો તમને કંઈ નહીં થાય, તેમ કહી તેમના સત્યના પારખા કરાયાં હતા. જેમાં વારાફરતી કન્યાના ભાઈ સહિત 6 યુવાનોએ પોતાની સત્યતા-નિર્દોષતા પૂરવાર કરવા માટે ઉકળતા તેલમાં હાથ બોળ્યાં હતા. આ ઘટનાને પગલે તમામ 6 લોકોના હાથ બળી જતા રાપર સરકારી દવાખાને આજે બુધવારે સારવાર માટે આવતા પોલીસમાં જાણ કરાઈ હતી.

આ પણ વાંચો: સત્યના પારખા કરવા ઉકળતા તેલમાં નાખ્યો હાથ, જુઓ વીડિયો...

પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી

પોલીસે હીરા ધરમશીના નિવેદન પરથી જાણવા જોગ ફરિયાદ નોંધવી છે. જેના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે 7 શખ્સો સામે રાપર પોલીસે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત, આરોપીઓને પકડવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.