ETV Bharat / state

ભૂજ વાસીઓ રહી રહ્યા છે ભયના ઓથાર નીચે

2001ના ભૂકંપ બાદ ભુજમાં અનેક ઈમારતોને નુકસાન પહોંચ્યું હતું. આજે 20 વર્ષ જેટલો સમય વિતી ગયા છતાં પણ હજુ પણ ભુજમાં જોખમી અને જર્જરિત ઇમારતો જોવા મળે છે. ભુજમાં ભૂકંપ બાદ બાંધકામ ક્ષેત્રે ખૂબ સારો વિકાસ થયો પરંતુ હજી પણ ભુજ શહેરના કોર્ટના અંદરના તથા બહારના વિસ્તારોમાં છેલ્લાં 2 દાયકાથી અનેક ભયજનક ઇમારતો જોવા મળે છે.

bhuj
ભૂજ વાસીઓ રહી રહ્યા છે ભયના ઓથાર નીચે
author img

By

Published : Sep 8, 2021, 9:41 AM IST

  • ભુજ શહેરમાં અનેક ઇમારતો જોખમી
  • ભુજ નગરપાલિકાના વિસ્તારમાં 2 જેટલી ઇમારતો ભયજનક: પાલિકા પ્રમુખ
  • બિલ્ડીંગ તોડી પાડવા માટે ભુજ ડેવલોપમેન્ટ ઓથોરિટીનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું

કચ્છ: જિલ્લામાં વારંવાર ભૂકંપના આંચકા આવવાને કારણે 2001ના ભૂંકપ બાદ કેટલીક ઈમારતનું બાંધકામ નબળું પડી ગયું છે. ભૂંકપ બાદ ભયજનક બિલ્ડિંગો હતી તે પાડી દેવામાં આવી હતી. ભુજ નગરપાલિકાના જણાવ્યા મુજબ શહેરમાં હવે માત્ર 2 જેટલી જર્જરિત બિલ્ડિંગ છે અને તેને તાત્કાલિક તોડવા માટે ભુજ નગરપાલિકા દ્વારા ભુજ એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી બોર્ડનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. ઉપરાંત ભુજ નગરપાલિકા દ્વારા અનેક ઈમારતોને નોટિસ પણ પાઠવવામાં આવી છે.

તંત્રએ ખરેખર આ ઈમારતોને પાડી દેવી જોઈએ

શહેરના સરપટ નાકા પાસે આવેલી ક્રિષ્ના પાર્ક નામની ઇમારતનું બાંધકામ ભૂકંપ પહેલાંનું છે અને તે હાલમાં ખૂબ જર્જરિત હાલતમાં છે. થોડા વર્ષો અગાઉ આ ઇમારતના પહેલા માળેથી બાલ્કની નીચે પડી ભાંગી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઉપરાંત શહેરમાં અનેક ઇમારતો એવી છે જેમાં તિરાડો પડી ગઈ છે ઉપરાંત કેટલાકના છતના પોપડા પણ ખરી ચૂક્યા છે. કચ્છમાં અવારનવાર આવતા ભૂકંપના આંચકાથી બાંધકામ પણ નબળું પડી ગયું છે, એવામાં તંત્રએ આ ઈમારતોને પાડી દેવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ જીવ જોખમમાં ન મુકાય.

ભૂજ વાસીઓ રહી રહ્યા છે ભયના ઓથાર નીચે

આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારઃ મુલ્લા હસન વડાપ્રધાન, મુલ્લા બરાદર નાયબ વડાપ્રધાન

ભુજ નગરપાલિકા પાસે બિલ્ડિંગો તોડવા મશીનરી નથી

ભુજ નગરપાલિકા આ ભયજનક બિલ્ડિંગને નોટિસ આપી છે પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી આ ઇમારતોમાં કોઈ રહેતું નથી અને માલીકોને પણ અનેક વાર નોટિસ આપવા છતાં બિલ્ડીંગો પાડવામાં આવી નથી. તો એક બાજુ ભુજ નગરપાલિકા પાસે આ બિલ્ડિંગો તોડવા માટે માટે કોઈ મશીનરી પણ નથી.

સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપવાની જવાબદારી ભુજ એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટીની

આ ઉપરાંત 15 વર્ષથી જૂની ઈમારતોને ભુજ એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા જ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપવામાં આવતા હોય છે, કારણ કે નવા મકાન હોય કે જૂના મકાન હોય બાંધકામ અંગેની મંજૂરી હોય કે કંપલેશન માટેનું સર્ટિફિકેટ આપવાની જવાબદારી ભુજ એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટીની જ હોય છે.

આ પણ વાંચો : Happy Birthday Asha Bhosle: સૌથી વધુ ગીતો રેકોર્ડ કરવાનો વર્લ્ડ રેકોર્ડ આશાના નામે

જાણો શું કહ્યું ભુજ નગરપાલિકાના પ્રમુખે?

જર્જરિત ઇમારતો અંગે વાતચીત કરતાં ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, "ભુજમાં 2 જેટલી જર્જરિત છે. ભુજ નગરપાલિકા પાસે એવી કોઈ મશીનરી નથી કે તે આ બિલ્ડીંગ તોડી શકે. નગરપાલિકા દ્વારા જે તે સમયે ભુજ એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે બિલ્ડીંગ પાડવા માટેનું સૂચન પણ આપવામાં આવ્યું હતું અને જો તે ના તોડે અને ભુજ નગરપાલિકાને જવાબદારી સોંપવામાં આવે તો ભુજ નગરપાલિકા આ ઇમારતો તોડી પડશે પરંતુ આ માટે જરૂરી મશીનરી અને ફંડ જો ભુજ એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી ભુજ નગરપાલિકાને ફાળવે તો".

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.