- કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણની મિક્ષ પ્રતિક્રિયા
- ઓનલાઇન શિક્ષણથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સંપર્ક તુટ્યો
- ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓ પર માનસિક અને શારીરિક અસર
કચ્છ: દોઢ વર્ષના કોરોનાકાળ (Corona pandamic) દરમિયાન જે શૈક્ષણિક વ્યવસ્થામાં બદલાવ આવ્યો છે અને શિક્ષણ હવે ઓનલાઇન થયું છે. ત્યારે આ ઓનલાઇન શિક્ષણ (Online Education) નો મુદ્દો ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે, અત્યાર સુધી વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રત્યક્ષ રીતે જોડાયેલા હતા. જે હવે નથી રહ્યું. ઉપરાંત રૂઢિગત શિક્ષણની પ્રથામાં બદલાવ આવ્યો છે. જેના ઘણા લાભ તો છે જ પરંતુ ગેરલાભ પણ છે.
વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ આર્શીવાદરૂપ
અત્યારે ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જેના વિશે અગાઉ માત્ર સાંભળ્યું હતું, પરંતુ હવે તેનો ઉપયોગ છેલ્લા દોઢ વર્ષથી થઈ રહ્યો છે. ઓનલાઇન શિક્ષણને આશીર્વાદરૂપ ગણી શકાય કારણ કે, વિદ્યાર્થીઓ ઘરે બેસીને લાઈવ લેક્ચર તથા રેકોર્ડ કરેલા લેકચર દ્વારા અભ્યાસ કરી શકે છે.
ઓનલાઈન શિક્ષણથી વાલીઓની ભૂમિકા વધુ
હાલમાં જ્યારે વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે સતત તેમને મોબાઈલ સાથે જોડાયેલા રહેવું પડે છે. અગાઉ વિદ્યાર્થીઓના વાલીઓ એમ કહેતા કે, તેમના બાળકો આખો દિવસ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આજે સામેથી એમના બાળકને મોબાઈલ હાથમાં લેક્ચર શરુ કરવા ભાર આપી રહ્યા છે.
ઓનલાઇન શિક્ષણનું નકારાત્મક પાસું
ઓફલાઈન શિક્ષણ એટલે કે જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રીતે ભણાવતા ત્યારે શિક્ષક વિદ્યાર્થીઓના ચહેરા પરના હાવભાવ પરથી કોઈ મૂંઝવણ કે પ્રશ્ન હોય તે જાણી શકતા હતા. જ્યારે ઓનલાઇન શિક્ષણમાં શિક્ષકો તે જાણી શકતા નથી. આ ઉપરાંત ક્યારેક વિદ્યાર્થીઓ લેક્ચરમાં જોડાય અન્ય સોશિયલ મીડિયા એપ્લિકેશન યુઝ કરવા બેસી જતો હોય છે, તો ક્યારેક ગેમ રમવા બેસી જતો હોય છે જે એક નકારાત્મક પાસું છે.
વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણને લીધે શારીરિક અને માનસિક તાણ
જ્યારે ઓફલાઈન શિક્ષણ આપવામાં આવતું ત્યારે વિદ્યાર્થી 30 વિદ્યાર્થીઓ વચ્ચે પ્રશ્ન પૂછતા અચકાતો કે બધા વચ્ચે કેવું લાગશે જ્યારે આજે તે વગર કોઈ ચિંતાએ ઓનલાઇન ભણતી વખતે પૂછી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણ મેળવતા ત્યારે તેમણે લેક્ચર વચ્ચે થોડો બ્રેક મળી જતો પરંતુ આજે સતત ચાર-ચાર કલાક સુધી ઓનલાઈન લેક્ચર ભરવા પડે છે. જેથી તેઓ શારીરિક અને માનસિક તાણ અનુભવે છે.
ઓનલાઈન શિક્ષણથી આંખોને નુકસાન
વિદ્યાર્થીઓ ચાર-પાંચ કલાક સુધી ઓનલાઇન લેક્ચર ભરતા હોવાથી આંખો પણ ખેંચાય છે. જેથી માનસિક તાણ પણ અનુભવાય છે. ઓનલાઇન શિક્ષણ મેળવવા માટે મોબાઈલ ઈન્ટરનેટ વગેરેની પણ જરૂર પડે છે. પરંતુ દરેક વિદ્યાર્થી પાસે તેની સગવડ હોય તે જરૂરી નથી માટે ગરીબ બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી જાય છે.
ઓનલાઇન શિક્ષણ માટે વિદ્યાર્થીઓ થયા બહાના કાઢતા
ઉપરાંત હાલ છેલ્લા દોઢ વર્ષથી શૈક્ષણિક કાર્યમાં વાલીઓનો રોલ મહત્વનો રહ્યો છે. પહેલા પણ જ્યારે ઓફલાઈન શિક્ષણ આપવામાં આવતું ત્યારે જો વિદ્યાર્થી શાળા કે કોલેજ ના જાય ત્યારે શિક્ષકો વાલીઓને ફોન કરી ને પૂછી શકતા કે જણાવી શકતા જ્યારે આજે ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓ બહાના બનાવતા પણ થઈ ગયા છે કે, નેટવર્ક પ્રોબ્લેમ છે અથવા ઇન્ટરનેટ પૂર્ણ થઇ ગયું છે.
આમ ઓનલાઇન શિક્ષણના ઘણા હકારાત્મક પાસાઓ તેમ જ નકારાત્મક પાસાઓ છે. ઉપરાંત ક્યાંકને ક્યાંક ઓનલાઇન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સંપર્ક તુટ્યો છે.
શિક્ષકના મતે ઓનલાઈન શિક્ષણ..
શૈક્ષણિક ક્ષેત્રે ઓનલાઇન યુગ આવ્યો છે. જે વિદ્યાર્થીઓ માટે આર્શીવાદરૂપ છે પરંતુ આ પદ્ધતિના નકારાત્મક પાસાઓ પણ છે સાથે સાથે આના લીધે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સંપર્ક તુટ્યો છે.
વિદ્યાર્થીના મતે ઓનલાઈન શિક્ષણ..
પહેલાં એવું હતું કે આ ઓનલાઇન શિક્ષણ ફાવશે કે નહીં પરંતુ ધીરે ધીરે હવે ઓનલાઈન શિક્ષણનો સ્વીકાર થઈ રહ્યો છે. ઉપરાંત ઓનલાઈન શિક્ષણમાં અનેક નેગેટિવ પોઈન્ટ્સ પણ છે જેવા કે, આમાં નિયમિતતા જળવાતી નથી.
આ પણ વાંચો: online Education: રાજકોટ જિલ્લામાં ઓનલાઈન શિક્ષણ નહિ લઈ શકતા વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધા
ઓનલાઇન શિક્ષણમાં નેટવર્ક પ્રોબ્લેમના કારણે ક્યારેક પ્રશ્નો ઊભા થાય છે, પરંતુ અમારી પાસે ફોન છે અને સુવિધાઓ છે ત્યારે અમે લેક્ચર અટેન્ડ કરી શકીએ છે પરંતુ જેની પાસે કોઈ સુવિધા નથી તે ઓનલાઈન શિક્ષણના માધ્યમથી અભ્યાસમાં વિક્ષેપ પડે છે.