કચ્છ: સામાન્ય રીતે કચ્છની કેસર કેરી જૂન મહિનાની શરૂઆતમાં આવતી હોય છે. ત્યારે ચાલુ વર્ષે કચ્છમાં 10,600 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાંથી દર વર્ષે સરેરાશ 1.17 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. પણ આ વર્ષે સરેરાશ 20 ટકા જેટલું માલ જ ઉતરતા કુલ ઉત્પાદનમાં પણ ઘટાડો(Decline Kutch Kesar mango production) થશે. બજારમાં પણ કેસર કેરીના ભાવમાં(Prices Kesar Mangoes in Market) ખાસો એવો વધારો જોવા મળશે.
ટૂંક સમયમાં જ બજારમાં કચ્છી કેસરની ધમધમાટ જોવા મળશે - ઉનાળો પૂરો થવાને હવે એક મહિનો પણ બાકી નથી ત્યારે કચ્છી કેસર કેરી પાકતા વાડીઓમાં તેને ઉતારવાનું કામ ચાલુ છે. તેથી ટૂંક સમયમાં જ બજારમાં કચ્છી કેસરની ધમધમાટ જોવા મળશે. પણ આ વર્ષે પાકમાં ધરખમ ઘટાડાને કારણે બજારમાં કેરીની આવકમાં ઘટાડો(Kutch Kesar Mango Income Decline) થશે તો સાથે જ તેના ભાવ વધતા લોકોને આર્થિક બોજો પણ પડશે.
ઉત્પાદનમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો - વાવેતરની સામે ઉત્પાદન માત્ર 10 થી 30 ટકા જેટલો જ દેશની બહાર જુદાં જુદાં દેશોમાં વસતા લોકો ઉનાળો શરૂ થતાં જ કચ્છી કેસર કેરીની રાહ જોતા હોય છે. પણ આ વર્ષે કચ્છમાં કેસર કેરીના પૂરતા વાવેતર છતાં ઉત્પાદનમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. કચ્છમાં કેરીના ખેડૂતોનો પાક(Mango crops in Kutch) 10થી 30 ટકા જેટલો જ રહ્યો છે જેથી ખેડૂતો ચિંતિત થયા છે. તો દર વર્ષે એક એકરમાં સરેરાશ 7 ટન જેટલા ઉત્પાદન સામે આ વર્ષે 1થી 3 ટન જ માલ ઉતરી રહ્યું છે.
આ પણ વાંચો: કચ્છની કેસર કેરી ભાણા સુધી પહોંચવાને ગણતરીના દિવસો બાકી, 70 હજાર ટનના ઉત્પાદનની આશા
શા માટે ઉત્પાદન ઓછું થયું? - ઉત્પાદનમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ જણાવતાં ખેડૂતોએ જણાવ્યું છે કે આ વર્ષે વાતાવરણમાં વિષમતા(Heterogeneity in the atmosphere) હોવાના કારણે કેરીનો પાક ઓછો થયો છે. શરૂઆતમાં વાતાવરણ પાકને માફક રહેતા કેરીને સારી માત્રામાં મોર આવ્યા હતા. પણ તે બાદ તાપમાનમાં અતિશય વધારાના કારણે અને લુ ચાલતી હોવાના કારણે પાક પર ઘણી અસર પડી હતી. તો લુ બાદ છેલ્લા એક અઠવાડિયાથી ભારે પવન ફૂંકાતા પણ ઘણો પાક સમય પહેલા જ ઝાડ પરથી પડી ગયો હતો.
એક્સપોર્ટ કરવા માટેના ભાડા પણ વધી ગયા: ખેડૂત - આશાપુરા એગ્રો ફાર્મના હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, એક બાજુ ઉત્પાદન દર વર્ષની સરખામણીએ ઓછું થયું છે તો બીજી બાજુ મુંબઈ, દિલ્હી, ગુજરાતના અન્ય જિલ્લાઓ તેમજ વિદેશમાં જેવા કે લંડન, અમેરિકા જેવા દેશોમાં કેરી એક્સપોર્ટ(Kutch Kesar Mango Export) કરવા માટેના કાર્ગો ભાડા પણ વધી ગયા છે જે 70 થી 100 રૂપિયા ચાલતા હતા તે હવે 257 રૂપિયા થઈ ગયા છે.આમ એક તો ઉત્પાદન ઓછું ઉપરથી વિદેશમાં એકસપોર્ટ કરવા માટે પણ ઊંચું ભાડું મરો તો ખેડૂતોનો જ થઈ રહ્યો છે. આ ઉપરાંત ડોમેસ્ટિક માર્કેટમાં(Kutch Kesar Mango Domestic Market) ગ્રાહકોને પણ ઊંચા ભાવે ખરીદી કરવી પડી રહી છે.
22 એકરમાં 4000 કેસર કેરીના વૃક્ષો પ્રાકૃતિક ખેતીથી ઉછેર્યા પરંતુ ઉત્પાદન ખૂબ ઓછું - વેલજી ભુડીઆની વાડીમાં કેસર કેરીની 22 એકરમાં ઓર્ગેનિક ખેતી છે જેમાં 4000 વૃક્ષ છે અને તમામ પ્રાકૃતિક ખેતીથી ઉછેરવામાં આવ્યા છે. દર વર્ષે વેલજી ભુડીઆની વાડીમાં 100 ટન જેટલું ઉત્પાદન થતું હોય છે પરંતુ આ વર્ષે 8 થી 10 ટન જ ઉત્પાદન થશે તેવો અંદાજ છે.વાતાવરણમાં થયેલા ફેરફારના લીધે કેરી ખરી ગઈ જેથી આ વખતે સારું ઉત્પાદન નથી.
આ પણ વાંચો: આ વર્ષે કચ્છની કેસર કેરીનું સારી એવી માત્રામાં ઉત્પાદન થાય તેવી શક્યતા
વાતાવરણમાં આવેલા પલટાને કારણે કેરી ખરી ગઈ - ઠંડી ચાલુ હતી અને અચાનકથી વાતાવરણમાં પલટો(Sudden change in atmosphere) આવ્યો અને વાતાવરણમાં ગરમી અને લૂનું પ્રમાણ વધી ગયું જેથી કરીને જ્યારે કેરીના મોર જે હજી ફૂટ્યા જ હતા તે ખરી ગયા. કેરી નાની હતી અને જ્યારે હવામાનમાં ગરમી આવી અને ભેજવાળા વાતાવરણને કારણે(Due to Humid Climate of Kutch) માટે કચ્છ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પણ કેરીનું ઉત્પાદન ઓછું થયું છે.
એક્સપોર્ટનું કામ પણ આ વખતે બંધ પડી જશે: ખેડૂત - આ વર્ષે ઉત્પાદન ઓછું થતાં જો કચ્છી કેસરની રાહ જોતા કેરી રસિયાઓને ઊંચા ભાવ ચૂકવવા પડશે અને એકસપોર્ટનું કામ પણ આ વખતે બંધ પડી જશે. કારણ કે અગાઉથી જ જે લોકોએ સાટા કરારો કર્યા કે આટલા ટન વિદેશમાં કેરી મોકલશું તેવા લોકો અત્યારે દોડી દોડીને ઊંચા ભાવે કેરી ખરીદશે પરંતુ ગ્રાહકોને પણ ઊંચા ભાવે મળશે. ખેડૂતોને આ વખતે નફો નહીં થાય અને બજારમાં પણ કેરીની મોંઘવારી દેખાશે.