ETV Bharat / state

ભુજથી ફરાર થયેલો કુખ્યાત નિખિલ દોંગા નૈનીતાલથી ઝડપાયો - Nikhil Donga

ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી ત્રણ દિવસ પૂર્વે ફરાર થઈ ગયો હતો. જેને ઝડપી પાડવા માટે પોલીસે આકાશ પાતાળ એક કર્યા હતા. પચ્છિમ કચ્છ પોલિસ તથા રાજકોટ રૂરલ પોલીસે તેને ઝડપવા માટે ટીમ બનાવી હતી અને તેના સંયુક્ત ઓપરેશનમાં તેને ઉત્તરાખંડના નૈનીતાલથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

ભુજથી ફરાર થયેલો કુખ્યાત નિખિલ દોંગા નૈનીતાલથી ઝડપાયો

author img

By

Published : Apr 1, 2021, 7:57 PM IST

  • ફરાર આરોપી ઉત્તરાખંડના નૈનીતાલથી ઝડપાયો
  • મદદ કરનાર 4 પોલિસ કર્મચારીઓ સામે ફરીયાદ નોંધી ધકપકડ કરાઈ
  • પોલીસેે CCTV કેમેરા તેમજ મોબાઈલ ડીટેઈલ્સના આધારે તપાસ કરી હતી

ભુજ: નિખિલ ડોંગા જી.કે.જનરલ હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો હતો. જેમાં પોલીસની સંડોવણી સામે આવી છે. તપાસનીશ ડીવાયએસપી જે.એન. પંચાલે જણાવ્યું કે, ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી નાસી છૂટેલા ગુજસીટોક ગુનાના કુખ્યાત આરોપી નિખિલ દોંગાને ભગાડવામાં સ્થાનિક પોલીસ અધિકારી – કર્મચારીઓએ જ ગુનાહિત કાવતરૂ રચીને તેને ભગાડ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે ભાગેલા આરોપીને નૈનીતાલથી ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો: ભુજની હોસ્પિટલમાંથી ગોંડલનો ખૂંખાર આરોપી નિખીલ દોંગા ફરાર

નિખીલને ભગાડવામાં પોલીસ કર્મચારીઓના પણ હાથ

આરોપી નાસી જવાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. પોલીસેે CCTV કેમેરાની તપાસ કરવા ઉપરાંત આરોપીઓના મોબાઈલ કોલ ડીટેઈલ્સના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં અગાઉ પોલીસ જાપ્તામાં રહેલા PSI આર.બી. ગાગલ અને કોન્સ્ટેબલ રાજેશ રાઠોડની પોલીસ ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમ્યાન કરાયેલી પૂછતાછમાં આરોપીઓને ભગાડવામાં અન્ય એક PSI અને ASIની પણ સંડોવણી સામે આવી છે. જેમાં PSI એન.કે. ભરવાડ અને ASI અલીમામદ ઓસમાણ લંઘાની સંડોવણી સામે આવી હતી. આ PSI અને ASI પણ આરોપી નિખિલના જાપ્તામાં હતા.

ભુજથી ફરાર થયેલો કુખ્યાત નિખિલ દોંગા નૈનીતાલથી ઝડપાયો

પોલિસના ઘણા વિભાગોએ ભેગા મળીને પકડ્યો

પાલારા જેલમાંથી નિખિલને જી.કે. જનરલ હોસ્પિટલમાં લાવવા માટે પીએસઆઈ ભરવાડ અને એએસઆઈ લંઘા પણ જાપ્તામાં રહેતા હતા. તે દરમ્યાન આરોપી પીએસઆઈ ભરવાડ અને એએસઆઈ લંઘા ફોન મારફતે આરોપીને ભગાડવામાં મદદ કરનાર ભરત રામાણીના સંપર્કમાં હતા. ત્યારે બન્ને પીએસઆઈ અને એએસઆઈની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી આગામી ૩ એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ કેસમાં નિખિલને પકડવા માટે પશ્ચિમ ક્ચ્છ પોલીસની ટીમ ઉપરાંત,ગોંડલ રૂરલ,રાજકોટ પોલીસ, એટીએસ સહિતની ટિમો પણ વર્કઆઉટ કરી રહી હતી.

મદદગારો અંગે પોલિસ તપાસ કરશે

પશ્ચિમ કચ્છ પોલિસ તથા રાજકોટ રૂરલ પોલીસે તેને ઝડપવા માટે ટીમ બનાવી હતી અને તેના સંયુક્ત ઓપરેશનમાં તે ઉત્તરાખંડ નૈનીતાલથી ઝડપાઇ ગયો છે. જો કે, તેની મદદગારી કરનાર તેની સાથે ઝડપાયા છે કે નહી તે વિગતો હજુ સામે આવી નથી. પરંતુ પશ્ચિમ કચ્છ પોલિસ તથા રાજકોટ પોલિસે તેને ઝડપી પાડ્યો છે. તેને વધુ તપાસ માટે ભુજ લવાશે. ચકચારી એવા કિસ્સામા અત્યાર સુધી તેની મદદગારી કરનાર 4 પોલિસ કર્મચારીઓ સામે ફરીયાદ નોંધીને ધકપકડ કરી છે. ત્યારે હવે નીખીલ પણ પોલિસના હાથે લાગી ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.